મોરબી: કોરોના યુદ્ધ સમયે સંકટની ઘડીમાં ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ લોકસેવા માટે સમર્પિત : સંચાલકોનો માનવતાવાદી નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.8-4, સમગ્ર દેશ એકજુટ થઇ કોરોના યુદ્ધ સામે લડી રહ્યું છે ત્યારે ફ્રન્ટ લાઈન પર કોરોના સામે લડતા ડોક્ટર્સ, નર્સ સહીત તમામ મેડિકલ ક્ષેત્રે જોડાયેલ સ્ટાફ કોરોના જબરદસ્ત ફાઈટ આપી રહ્યા છે ત્યારે મોરબીની પ્રખ્યાત ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ અને તેમના ડોક્ટર્સ ભરતભાઈ કૈલા, વિનોદભાઈ કૈલા સહીત સમગ્ર હોસ્પિટલ સ્ટાફે કોરોના સામે લડવા સમગ્ર હોસ્પિટલ કોરોના યુદ્ધ સમયે જરૂર જણાય ત્યારે લોકસેવા માટે સમર્પિત કરવાનો માનવતા ભર્યો નિર્ણય લીધો છે ત્યારે ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ અને તેમની ટીમના આ માનવતાલક્ષી નિર્ણયની ઠેર ઠેર પ્રશંસા થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં કોરોનાનો 1 પોઝિટિવ કેશ ડિટેકટ થયેલ છે ત્યારે હવે તંત્ર વધુ સચેત થઇ કોરોનને મોરબીમાં ઉગતો જ ડામી દેવા કમર કસી છે. ત્યારે તંત્ર સાથે ખભે ખભો મિલાવી ક્રિષ્ના હોસ્પિટલના સંચાલકોએ જરૂર પડ્યે સમગ્ર હોસ્પિટલ સેવામાં 24 કલાક ઉપલબ્ધ રહી લોકસેવા માટે સમર્પિત કરી આપવાનો નિર્ણય ખુબ જ આવકારદાયક છે. આ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં 102 બેડની સુવિધા છે, આઇસોલેશન વોર્ડ પણ ઉપલબ્ધ છે. અને WHO ની ગાઈડ લાઈન મુજબની તમામ સુવિધાથી સંપૂર્ણ સજ્જ છે આ હોસ્પિટલ

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70