ગૂગલ અને ફેસબુક શોધી આપશે કોરોનાના શંકાસ્પદ સંક્રમિત લોકોને

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 8-4, દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની ફેસબુક અને ગુગલએ તમામ દેશોને મદદ કરવા કહ્યું છે. કંપની વિભિન્ન દેશોની ટ્રેકિંગથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવશે. ફેસબુક અને ગુગલ તમામ યુઝર્સના ફોન લોકેશનનો ડેટા તેમની પાસે રાખે છે. જો કોઈ વ્યક્તિ એક શહેરથી બીજા શહેરમાં જાય છે તો તેની જાણકારી ફેસબુક અને ગુગલ તેમની પાસે રાખે છે. એવામાં જો વિભિન્ન દેશના લોકો વિદેશ પ્રવાસથી આવ્યા બાદ ચુપચાપ ઘરમાં સંતાઈને બેઠા રહે છે તો તેની સંપૂર્ણ માહિતી આ બંને ઈન્ટરનેટ કંપનીઓ પાસે છે. જાણકારોનું કહેવું છે કે, સંક્રમણને રોકવા માટે તેના ફેલાવને સમજવું સૌથી વધારે જરૂરી હોય છે. જો એક સંક્રમિત વ્યક્તિના તમામ લોકેશન અને તેની નજીક આવેલા લોકોના ફોન લોકેશન ટ્રેક થઈ જાય તો વાયરસને ફેલાવવાથી રોકવામાં સરળતા રહશે. ભારત સહિત તમામ દેશ દરેક સંક્રમિત વ્યક્તિથી આ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે, વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ તેઓ કોના સંપર્કમાં આવ્યા. જો કે, હજુ પણ સચોટ જાણકારી ન મળી શકવાના કારણે સંક્રમણ પર બ્રેક લગાવવામાં મુશ્કેલી પડી રહી છે. કેવી રીતે કરશે ગૂગલ અને ફેસબુક મદદ ફેસબુકે કહ્યું છે કે, જો કોરોના વાયરસ પર સરકાર સંશોધન માટે યૂઝર્સની જાણકારી માગે છે તો કંપની તેનો અહેવાલ રજૂ કરવા તૈયાર છે. ફેસબુકે સોમવારે કહ્યું કે તેઓ ઉપયોગકર્તાઓની ઓળખ ગુપ્ત રાખી તેમની અવરજવર તથા તેમના સંબંધીઓ વિશે શોધકર્તાઓને જાણકારી રજૂ કરી શકે છે. જેથી આ વાત સમજી શકાય કે વાયરસ સંક્રમણ આગળ ક્યાં સુધી ફેલાઈ શકે છે. ગત સપ્તાહ ગુગલે પણ આ પ્રકારના પગલાની જાહેરાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, દુનિયાભરમાં ઉપયોગકર્તાઓની અવરજવરથી સંબંધિત ડેટા રજૂ કરશે. જો સરકાર કોરોના-19 મહામારીને કાબુમાં લાવવા માટે લાગુ કરેલા સોશિયલ ડિસ્ટન્સના ઉપયોગની કેવી અસર થઇ રહી છે તેની સચોટ જાણકારી મેળવવામાં મદદ કરશે.

ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો

કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.

GROUP LINK-04 DIVYAKRANTI NEWS B61

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63

GROUP LINK-07 DIVYAKRANTI NEWS B64

GROUP LINK-08 DIVYAKRANTI NEWS B65

GROUP LINK-09 DIVYAKRANTI NEWS B66

GROUP LINK-10 DIVYAKRANTI NEWS B67

GROUP LINK-11 DIVYAKRANTI NEWS B68

GROUP LINK-12 DIVYAKRANTI NEWS B69

GROUP LINK-13 DIVYAKRANTI NEWS B70