કાલે ભારત થંભી જશે : જનતા કર્ફ્યુનું કાઉન્ટ ડાઉન શરુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-3, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાહન પર 14 કલાક માટે જનતા કરફ્યૂનું કાઉન્ટડાઉન નજીક આવી ગયું છે. તેને સફળ બનાવવા માટે ચારેય તરફથી સમર્થનની જાહેરાત થવા લાગી છે. ત્યારે મોરબી સહીત દેશના તમામ માર્ગો પર ભરચક રહેતી બજારો પણ આજથી જ સુમસામ જેવી દેખાવા લાગી છે.એક બાજુ રેલવેએ રવિવારે દેશભરમાં 3700 ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ દેશની બે વિમાન કંપનીઓ ઈન્ડિગો અને ગોએરે પણ 1000 ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ એસ.ટી. નિગમે પણ પોતાની 85 ટકા બસોનો વાહન વ્યવહાર થંભી જશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ પર રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રવિવારે, 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરી હતી. તેમણે લોકોને રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

દેશની તમામ હોસ્પિ.ને ‘ઇમરજન્સી’ના આદેશ  

સરકારે તમામ હોસ્પિટલને કહ્યું કે તેઓ એવા કોઈપણ દર્દીને હોસ્પિટલમાંથી પરત ન જવા દે જે કોવિડ-19ના શંકાસ્પદ કેસ છે. તેમજ આવા દર્દીને ભરતી કરવામાં આવ્યાની માહિતી પણ તુરંત જ આપે. સાથે જ દરેક ન્યુમોનિયા દર્દી માટે પણ જરુરી સૂચના આપે. આ તમામ દર્દીઓના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવી શકે છે. અત્યાર સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટેસ્ટિંગ પ્રોટોકોલ એવા લોકો માટે હતો જે વિદેશ યાત્રા કરીને આવ્યા છે અથવા તો આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. મોરબી સહીત સમગ્ર દેશની જનતા આવતી કાલે સ્વૈચ્છિક જનતા કર્ફ્યુમાં જોડાશે અને કોરોના સામે જબરદસ્ત લડત આપવા દેશ હિતનું કાર્ય કરશે દિવ્યક્રાંતિ મીડિયા ગ્રુપ સ્વૈચ્છીક જનતા કર્ફ્યુને સમર્થન આપી વધુમાં વધુ લોકો આ કર્ફ્યુમાં જોડાય તેવી અપીલ કરે છે.