ભારતમાં કોરોના “COVID-19″આપદા જાહેર, મોદી સરકારે મૃતકો માટે જાહેર કરી સહાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-3, ભારતનાં કોરોના વાયરસનાં અત્યાર સુધી 84 કેસ સામે આવી ચુક્યા છે જેમાં બે લોકોનાં મોત થયા છે. આના વધતા ફેલાવાની વચ્ચે કેન્દ્ર સરકારે કોવિડ-19ને આપત્તિ જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં પ્રમાણે આ નિર્ણય એ માટે લેવામાં આવ્યો છે જેથી પીડિતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફનાં અંતર્ગત મદદ આપી શકે   કોરોનાને આપદા જાહેર કરતા કેન્દ્ર સરકારે એ નિર્ણય લીધો છે કે આ વાયરસની ઝપટમાં આવેલા લોકોનું જો મોત થાય છે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. આમાં એ લોકોનાં પરિવારને પણ આર્થિક સહાયતા આપવાની જોગવાઈ છે જેમનું મોત કોરોના રાહત અભિયાન અથવા તેનાથી જોડાયેલી ગતિવિધિનાં કારણે થાય છે  

રાહત અભિયાનમાં જોડાયેલા લોકોનાં પરિવારને પણ મળશે મદદ  

કેન્દ્રિય ગૃહમંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સરકારે કોવિડ-19ને આપદા તરીકે લેવાનો નિર્ણય કર્યો છે જેથી એસડીઆરએફ અંતર્ગત સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી શકે. કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોનાં પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે જેમાં તે લોકો પણ સામેલ છે જેમના મોત રાહત અભિયાનથી અથવા તેનાથી જોડાયેલી ગતિવિધિમાં થાય છે.”

કોરોના પર ભારતને મોટી સફળતા, બન્યો પાંચમો દેશ  

ચીનનાં વુહાનથી ફેલાયલી આ મહામારીથી દુનિયાભરમાં 5000થી વધારે લોકોનાં મોત થયા છે. ભારતે તે સમયે જ તેની વિરુદ્ધ તૈયારી શરુ કરી દીધી હતી જ્યારે ચીનમાં આના કેસ સામે આવવા લાગ્યા હતા. તેનું જ પરિણામ છે કે ભારત દુનિયાનો પાંચમો દેશ બની ચુક્યો છે જેણે WHO દ્વારા જાહેર વૈશ્વિક મહામારીને આઇસોલેટ એટલે કે અલગ-થલગ કરવામાં સફળતા મેળવી લીધી છે. ભારત પહેલા ચીન, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકા વાયરસને આઇસોલેટ કરવામાં સફળ રહ્યા છે.