મોરબી: કોરોના વાઈરસના સંભવિત ખતરાને અનુલક્ષીને મોરબી સીરામીક એશોસિએશન દ્વારા સેમિનાર મોકૂફ રખાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.4-3, મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે કોમર્સ મીનીસ્ટ્રી (ભારત સરકાર ) તેમજ મોરબી સિરામીક એશોસીએસનના સંયુક્ત ઉપક્રમે સેમીનારનું આયોજન કરવામાં આવ્યો હતુ જો કે, કોરોના વાઇરસની અસરના કારણે ઘણા પ્રોગ્રામ રદ કરવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબીમાં એન્ટીડંમ્પીંગથી બચવા શુ ધ્યાન રાખવુ તે માટે યોજાનાર સેમીનાર મોકુફ રાખવામાં આવેલ છે   કેપેક્સીલ એક સિરામીક પ્રોડકટ માટેની પ્રમોશન કાઉન્સીલ છે અને કોમર્સ મીનીસ્ટ્રી (ભારત સરકાર ) તેમજ મોરબી સિરામીક એશોસીએસનના સંયુક્ત ઉપક્રમે તા. ૬/૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી મોરબી સિરામીક એશોસીએસન હોલ ખાતે સેમીનારનુ આયોજન કરવામા આવેલ હતુ જો કે, મોરબી સિરામીક એશોસીએસન તેમજ કેપેક્સીલ દ્વારા યોજાનારા સેમિનારને કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને હાલમાં મોકુફ રાખવામાં આવેલ છે અને આગામી દિવસોમાં નવી તારીખ અને સમય જાહેર કરવામાં આવશે તેવુ મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખે જણાવ્યુ છે