મોરબી: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિતે આજે 2.5 લાખ બાળકોને કૃમિનાશક દવા પીવડાવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આજે રાષ્ટીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને કૃમિથી રક્ષણ આપવના ઉદેશ્ય સાથે એક વર્ષથી લઈને ૧૯ વર્ષ સુધીના જીલ્લાના અઢી લાખ બાળકોને કૃમિનાશક ગોળી પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની ૭૬૮ પ્રાથમીક શાળા, ૨૧૪ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા તથા ૮૩૭ આંગણવાડી સહિત કુલ ૧૮૪૩ સંસ્થાના બાળકોનો સમાવેશ થાય છે અને મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને આંગણવાડી આશાવર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવશે   આ અંગે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે. કૃમિનાશક ગોળીઓ ખાવાથી પોષણ ક્ષમતામાં વધારો થાય છે, બાળકોમાં લોહીની ઉણપોમાં સુધારો થાય છે. તેમજ સ્કૂલ અને આંગણવાડીમાં બાળકોની હાજરી વધે અને ગ્રહનશકિત સુધારવામાં મદદરૂપ થાય છે. તેમજ ભવિષ્યમાં કાર્યક્ષમતામાં વધારો થાય છે જેથી બાળકોના આરોગ્ય માટે લાભકારક આ ગોળીઓનો લાભ બાળકોને અપાવવા માટે વાલીઓને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે અને કૃમિનાશક ગોળીથી વંચિત રહી જનાર બાળકો માટે તા ૩/૩/૨૦ ના રોજ મોપ અપ રાઉન્ડમાં શાળા કે આંગણવાડીએ જઈને કૃમિનાશક ગોળી પીવડાવવામાં આવશે તેવું આરોગ્ય તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.