મોરબી: રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત પોલીસ અધિક્ષક કે.ટી. કામરિયાનો સન્માન સમારોહ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામના મૂળ રહેવાસી  અને હાલમાં ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા કે.ટી. કામરીયાને થોડા સમય પહેલા જ બીજી વખત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે એક નહી પરંતુ બે બે વખત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનારા નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાનું તેના માદરે વતનમાં અદકેરુ સન્માન કરવામા આવ્યુ હતુ. આ તકે કે.ટી. કામરીયાએ તેની સફળતાનો જશ તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરતા જણાવ્યું હતું કે, જયારે હું પોલિસ ખાતામાં જોઈન થયો ત્યારે મે મારા પિતાને જાણ કરી કે મને પીએસઆઈની નોકરી મળી છે ત્યારે તેમના પિતાએ ચાર શિખામણ આપી હતી અને કહ્યું હતું કે, “પોલીસ ખાતુ હકિકતમા “ખાતુ” કહેવાય છે પણ તુ હરામનું લઈશ નહી” , “પરમાટી ખાઈશ નહી”, “નિતિમતાથી કામ કરતો રહેજે” અને “રાત્રે ઉંઘ ન આવે એવું કામ કરીશ નહી” જે ચારેય સિદ્ધાંત મેં જાળવી રાખ્યા છે માટે જ પોલીસ વિભાગમાં કાર્યકાળ દરમ્યાન યાદ રાખવાથી જ આજે આ બે- બે રાષ્ટ્રપતિ પોલિસ મેડલ મળ્યા છે. આ મેડલના ખરા હક્કદાર મારા સ્વર્ગસ્થ પિતા છે. માટે આ પોલીસ મેડલ મારા પિતાજીના ચરણોમા સમર્પિત કરુ છું અને મારા લંગોટીયા મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ મારું સન્માન મને હરહમેશ યાદ રહેશે અને હું તેમને કાયમી ઋણી રહીશ આ કાર્યક્રમમાં સ્વામી ધર્મબંધુજી, જેરામભાઈ વાસજાડીયા,  વાઘજીભાઈ બોડા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ પુર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, નિવૃત કલેકટર બી એચ. ઘોડાસરા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા