45 દિવસમાં કરી લો આ કામ નહિ તો પાનકાર્ડ થઇ જશે નકામું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15 સરકારે આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. દેશમાં 30.75 કરોડથી વધુ પાન ધારકો છે. જો કે, 27 જાન્યુઆરી 2020 સુધી, 17.58 કરોડ પાન ધારકોએ પાન સાથે આધારકાર્ડ જોડ્યું ન હતું. તેની અંતિમ તારીખ 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થાય છે. તેથી જ આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે આ વર્ષે 31 માર્ચ સુધી, જો તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડ્યા નથી, તો તમને પાનકાર્ડ સાથે જોડાયેલા કેટલાક કામ અટકી શકે છે અને પાનકાર્ડ પણ રદ થઈ શકે છે. કારણ કે આધાર-પાન લિંક માટેની તારીખઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યારબાદ પાન અન-ઓપરેટિવ બની જશે. એટલે કે તમારે આ કામ આગામી 45 દિવસમાં પૂર્ણ કરવું પડશે.

આ રીતે કરો લિંક

– સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in પર જાઓ. – ‘Quick links’ ઓપ્શનમાં આપવામાં આવેલા Link Aadhaar’ પર ક્લિક કરો. – હવે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર એક નવું પેજ ખુલી જશે. સ્ક્રીન પર એક હાઇપર લિંક જોવા મળશે. જેની પર ક્લિક કરી તમે પાન-આધાર લિંકેજનું સ્ટેટસ જોઇ શકશો. – હાઇપર પર ક્લિક કર્યા બાદ તમે તમારા પાન તેમજ આધાર નંબરની ડિટેલ એન્ટર કરવી પડશે. – હવે ડીટેલ્સ એન્ટર કરો અને ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો. – હવે વેબસાઇટ પર તમે જોઇ શકશો કે તમારું પાન કાર્ડ આધારથી લિંક છે કે નહીં.   પાન- આધારને લિંક કરવાની રીત   – પાન અને આધારને લિંક કરવા માટે તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીક ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જઇને કામ પુરુ કરી શકો છો. – આ સાઇટ પર તમે ડાબી તરફ પાન-આધાર લિંક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ પર ક્લિક કરવા માટે તમે પાન નંબર, આધાર નંબર અને તમારું નામ ભરવાનું હશે. તે બાદ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણરાપીને વેલિડેટ કરશે. જે બાદ લિંકિંગની પ્રક્રિયા પૂરી થઇ જશે.