શ્રી ગુજરાતી કંસારા જ્ઞાતિ સમુહલગ્ન ટ્રસ્ટ આયોજિત 29માં સમુહલગ્ન તથા દ્વિતીય પરિચય મેળો યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) લીંબડી, તા. 8-12, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ સરસ્વતી સ્કૂલ ખાતે શ્રી ગુજરાતી કંસારા જ્ઞાતિ સમુહલગ્ન ટ્રસ્ટ દ્વારા આયોજિત 29માં સમૂહલગ્ન સમારોહ અને દ્વિતીય પરિચય મેળો યોજાયો હતો.

આ સમારોહમાં દૂર દૂરથી દેશભરમાંથી તમામ ગોળ ઘટકના કંસારા જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહલગ્નમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા જયારે, 560 જેટલા યુવક યુવતીઓ પરિચય મેળામાં ભાગ લીધો હતો.