મોરબી: સામા કાંઠે આવેલ SBI નું ATM બન્યું માથાનો દુખાવો : એક અઠવાડિયાથી સાયરન વાગ્યા કરે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16,10  મોરબીના સામાકાંઠે આવેલ વોરબાગ પાસે એસબીઆઈ બેંકનું એટીએમ આવેલું છે  એટીએમનું સાયરન છેલ્લા સપ્તાહ જેટલા સમયથી સતત વાગ્યા કરે છે સતત સાયરન વાગવાથી આસપાસમાં દુકાન અને ઓફીસ ધરાવતા વેપારીઓ પરેશાન થયા છે તો એટીએમમાંથી પૈસા ઉપાડવા આવતા લોકો સાયરન સાંભળીને ભયના માર્યા પૈસા પણ ઉપડતા નથી આમ તહેવાર ટાણે જ  લોકો ત્રાસ ભોગવી રહ્યા છે.   સાયરન અંગે એસબીઆઈ બેંકની મુખ્ય બ્રાંચમાં બે વખત ફરિયાદ કરી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને સાઈરનથી સૌ કોઈ પરેશાન છે ત્યારે ફરી એક વખત એસબીઆઈ બેંક સુવિધાને બદલે દુવિધા મામલે પ્રકાશમાં આવી છે

……. ADVERTISEMENT……