મોરબી ટ્રાફિક પોલીસની પ્રસંશનીય કામગીરી, જાતે પાવડો ઉઠાવી પાણીનો નીકાલ કર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 1-10, મોરબીમાં વરસાદી માહોલ હોય ત્યારે ત્રાજપર ચોકડી પાસે પાણીનો નિકાલ કરવા માટે ટ્રાફિક પોલીસના જવાનોએ પાવડો ઉઠાવ્યો છે જેથી તેમની આ સેવાભાવનાને સૌ કોઈ બિરદાવી રહ્યું છે

        ટંકારામાં અગાઉ ધસમસતા પાણીના પ્રવાહમાં ખભે ઉચકીને બાળકોને રેસ્ક્યુ કરવાના હોય કે અશક્ત મહિલાને ગોદમાં ઉઠાવી રોડ ક્રોસ કરાવવા તેમજ જાતે ખાડા બુરવા જેવી કામગીરીથી પોલીસના જવાનો અને ટ્રાફિકના જવાનોએ પ્રજાના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે ત્યારે આજે મોરબી-વાંકાનેર હાઈવે પર ત્રાજપર ચોકડી પાસે ફરીથી ટ્રાફિક જવાનોએ પ્રજાના દિલ જીતી લીધા હતા હાઈવે પર વરસાદને કારણે પાણીનો નિકાલ થઇ સકતો ના હોય અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય જેથી વાહનચાલકોની સમસ્યાને સમજી ટ્રાફિક બ્રિગેડના જવાનો પ્રવીણભાઈ રાઠોડ અને અસરફભાઈ સુમરા દ્વારા જાતે હાથમાં પાવડો ઉઠાવીને પાણીનો નિકાલ કરતા તેઓ જોવા મળ્યા હતા તો રોડ પરથી પસાર થતા નગરજનોએ પણ ટ્રાફિક પોલીસની કામગીરી જોઇને તેમને દિલથી સલામ કર્યા અને કર્તવ્યનિષ્ઠા બદલ  ચોતરફ આ જવાનોની પ્રશંશા થઇ રહી છે.