મોરબી: વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસીસના ખેલૈયાઓ દ્વારા સ્કાય મોલ ખાતે ફ્લેશમોબ યોજાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25-9, નવરાત્રિને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં નવરાત્રી મહોત્સવ ઉજવવા ઉત્સુક છે.  25-9 ના સંકલ્પ નવરાત્રી અને યંગ ઇન્ડિયા ગ્રુપના સંયોજનથી વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસીસના સૌ ખેલૈયાઓએ રાત્રીના 9:30 વાગ્યે અચાનક રાસ ગરબા રમવાનું શરુ કરી દેતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ હતું। જોત જોતામાં લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું। અને સૌ કુતુહલતાથી નિહાળી રહ્યા હતા. ત્યારે લોકો પણ આ રાસ ગરબામાં જોડાતા મોટી સંખ્યામાં લોકો રાસ રમવા લગતા જાણે કે  ત્રણ દિવસ વહેલી નવરાત્રી શરુ થઇ ગઈ હોય તેવો માહોલ જામ્યો હતો. લોકોએ ખુબ આનંદથી રાસ ગરબા રમી નવરાત્રિની ઝાંખી કરાવી દીધી હતી. બાદમાં આયોજક ભાસ્કર પૈજાએ જણાવ્યું હતું કે. આ એક ફ્લેશમોબ હતી. જેને લોકોએ ખુબ આનંદ સાથે કુતુહલતાપૂર્વક નિહાળી હતી. આ કાર્યક્રમે સૌમાં નવરાત્રી તાહેવાર ઉજવવા એક ઉત્સાહની ચીંગારી જગાવી હતી.  (અહેવાલ – જયદેવ બુધ્ધભટ્ટી)