મોરબી: PODAR JUMBO KIDS ના બાળકોએ કરી પોલીસ સ્ટેશનની મુલાકાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-9, મોરબીની “PODAR JUMBO KIDS” પ્રિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ પોલીસની કામગીરીથી પરિચિત થાય તે માટે પોલીસ સ્ટેશનની મુલાકાય ગોઠવી હતી. જેમાં, પોલીસ સ્ટેશનની મુલાકાત માટે ઉત્સુક વિદ્યાર્થોએ તા. 16-9 ના રોજ મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અને પોલીસ સ્ટેશનમાં થતી તમામ કામગીરીનું કુતુહલતાથી નિરીક્ષણ કર્યું હતું।  આ વિષે વધુ માહિતી આપતા “PODAR JUMBO KIDS” સ્કૂલ દ્વારા જણાવાયું હતું કે વિદ્યાર્થીઓ પોલીસની કામગીરીથી પરિચિત થાય તે માટે આ મુલાકાતનું આયોજન કરેલ હતું જેને એ-ડિવિઝનન પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો સહકાર પ્રાપ્ત થયો હતો. અને બાળકોને પોલીસ સ્ટેશનની તમામ કામગીરીની માહિતી આપી હતી.