મોરબી: વાઇબ્રન્ટ દાંડિયા ક્લાસીસ દ્વારા આયોજિત “વેલકમ નવરાત્રી-2019” કાર્યક્રમમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 16-9, વાઇબ્રન્ટ દાંડિયા કલાસીસ દ્વારા આગામી તા. 26-10-19 ના રોજ  નવરાત્રિને વધાવા “વેલકમ નવરાત્રી-2019” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમા પાર્ટી પ્લોટ, મોરબી-રાજકોટ હાઈવે, હ્યુન્ડાઇ શૉ-રૂમની સામે સાંજે 7 થી 12 દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત પ્લેય બેક સિંગર હિના સેલાની, અજય ગઢવી, કુલદીપ ગઢવી, મનોજ સાઈરામ, વૈશાલી ગોહિલ સહિતના પ્રખ્યાત ગાયક કલાકારો તેમની અદભુત કલા પીરસશે, ખાસ કરીને વાઇબ્રન્ટ દાંડિયા કલાસીસમાં ભાગ લેનાર સૌ ખેલૈયાઓ માટે આયોજિત આ કાર્યક્રમનું સંચાલન એંકર વિશાલ રાજપૂત કરશે, આ કાર્યક્રમમાં યુ-ટ્યુબ ફેઇમ એક્ટર “Ms Riddhi Patel” ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવશે, આ કાર્યક્રમનું આયોજન વાઇબ્રન્ટ દાંડિયા કલાસીસના મુખ્ય સંચાલક ભાસ્કર પૈજા, મહેશદાન ગઢવી, રાહુલ કવૈયા, વિશાલ અંબાણી, મેહુલ કૈલા, જૈનમ મકવાણા, અરુણ  રામાવત,રવિ મકાસણા, મૌલિક પનારા, હેમાંગ ભદ્રા સહીત વાઇબ્રન્ટ દાંડિયા પરિવાર દ્વારા સૌ ખેલૈયાનો ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. ( અહેવાલ- જયદેવ બુધ્ધભટ્ટી)