મોરબી: રફાળેશ્વર મહાદેવ મંદિરે 2 દિવસીય પૌરાણિક મેળાનો આજથી પ્રારંભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-8, મોરબીથી આશરે 10 કિમીના અંતરે આવેલું છે રફાળેશ્વર મહાદેવનું મંદિર. આ ક્ષેત્રમાં પ્રથમ બ્રહ્માજીએ શ્રી રમાદેવીની કૃપા પ્રાપ્ત કરવા તપ કરેલું અને તેમના પર લક્ષ્મીજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું. ત્યારબાદ રંભ્ય નામના મુનિએ આજ ક્ષેત્રમાં મહાદેવજીનું તપ કરતા રંભયેશ્વરનામથી મહાદેવજી પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી રિપુપાલ નામના રાજકુમારે આ ક્ષેત્રમાં રંભય મુનિના આદેશથી મહાદેવનું તપ કરતા મહાદેવજી પ્રસન્ન થયા હતા.

ત્યારથી આ પવિત્ર જગ્યા રિપુફાડેશ્વર નામથી ઓળખાતી હતી. હજારો વર્ષોં બાદ રિપુફાડેશ્વરશબ્દનું અપભ્રંશ થતાં આ જગ્યા હવે “રફાળેશ્વર” તરીકે જાણીતી બની. આ મંદિરના વિકાસ પાછળ મોરબીના મહારાજા લખધીરજીનો સિંહફાળો છે. તે સમયે ધાર્મિકક્રિયાઓ માટે મંદિરની જગ્યાઓ નાની પડતા તે સમયે આશરે રૂપિયા એક લાખના ખર્ચે અહીં ભવ્ય મંદિર બંધાવ્યું હતું.

આ જગ્યાનું પૌરાણિક મહત્વ અનેરું છે. આ મંદિરમાં આવેલા પીપળાને પાણી રેડવાથી અને અહીં શ્રાદ્વ કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીં લોકમેળો ભરાય છે. રફાળેશ્વરના મંદિરની બાજુમાં 40x40નો વિશાળ કુંડ આવેલો છે. જેમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પિતૃતપર્ણનું અનેરું મહત્વ છે.

મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરે અમાસના બે દિવસીય પૌરાણિક મેળાનો આવતીકાલે ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રારંભ થશે,જેમાં પૂજારીના હસ્તે સાદાઈથી મેળાનું ઉદઘાટન કરાશે. મેળામાં મોરબી સહિત સૌરાષ્ટ્ર ભરના હજારો લોકો ઉમટી પડીને રફાળેશ્વર મંદિરે આવેલ પ્રાચીન પીપળે પિતૃતર્પણ કરીને મેળાની મોજ માણસે

મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ ગુરુવાર અને શુકવારે અમાસના બે દિવસીય પોરોણીક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં આજે ગુરુવારે સાંજે પાંચ વાગ્યે રફાળેશ્વર મંદિરના પૂજારીના હસ્તે પોરીણીક મેળાનો શુભારંભ કરાશે.મેળામાં 15 વધુ ફજેત ફળકા, સીસીટીવી કેમેરા અને મોબાઈલ ટોયલેટ ,એમ્બ્યુલનસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને મેળાને રૂ.4 કરોડના વિમાનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.જ્યારે આજે સાંજે મેળાના પ્રારંભ બાદ આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે.જોકે મેળાની અમાસના દિવસે ખરી રંગત જામશે અને અમાસના દિવસે મેળામાં ગુજરાતી કલાકાર ભાવેશ ભરવાડ સહિતના ગાયક કલાકારો મેળાની જમાવટ કરશે.જ્યારે અમાસના દિવસે અહીં પિતૃતર્પણનું વર્ષોથી અનેરું મહાત્મ્ય હોવાથી મોરબી ઉપરાંત સોરાષ્ટ્ ભરના હજારો લોકો ઉમટી પડી કુંડમાં સ્નાન કરીને પિતૃતર્પણ કરશે, બાદમાં મેળાની મોજ માણશે, મેળાના આયોજનને સફળ બનાવવા માટે મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર, સરપંચ રમેશભાઈ પાંચિયા,તલાટી મંત્રી બળવંતસિંહ ઝાલા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.