મોરબી: રેવેન્યુ કર્મચારીઓ કામ દરમિયાન કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 20-8, મોરબી જીલ્લાના કર્મચારી મંડળ દ્વારા વિરોધના કાર્યક્રમો પૈકી પાંચ દિવસ સુધી કર્મચારી મહામંડળ દ્વારા કાળી પટ્ટી બાંધવી અને વર્ક ટૂ રૂલ મુજબ કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

      મોરબી રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ 3 કર્મચારી મહામંડળ દ્વારા સોમવાર થી શુક્રવાર પાંચ દિવસ સુધી કાળી પટ્ટી બાંધવી અને વર્ક ટૂ રૂલ એટલે કે સવારે ૧૦ : ૩૦ થી સાંજે ૦૬ : ૧૦ સુધી ઓફીસ કામ કરવાનું છે જેમાં મોરબી જીલ્લાના તમામ તાલુકા તેમજ જીલ્લા કચેરી અને શહેરની તમામ કચેરીના કર્મચારીઓ જોડાશે તેમજ કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું છે