મોરબી: કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપી 13 કરોડની ઠગાઈની કાર્યની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 19-8, સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીમાં આવેલ શુભ ડેન્ટલ કલીનીકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા (રહે.મૂળ ખાખરેચી જી.મોરબી તથા અમદાવાદ), પ્રદીપકુમાર કારેલીયા (રહે.મૂળ જેતપુર તા.ગોંડલ, તથા દિલ્હી), જયેશ ઉર્ફે રોહિત સોલંકી, (ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ), રચના સિંધ તથા તપાસમાં ખુલે તે સાથે મળીને ફરિયાદી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી (ઉ.૪૪) રહે- ઉમિયાનગર, દ્રારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી, જેમાં આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર)માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે પ્રથમ રૂપિયા ૩૦ લાખ રોકડા તથા આરોપી પ્રદીપકુમાર કારેલીયાની સસરા તરીકે ઓળખ આપી તેની સાથે મળી ફરિયાદી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ.૮૦૦થી ૧૦૦૦ કરોડ રૂપિયાનો દસ વર્ષ માટે કોન્ટ્રકટ કામ અપાવવાની લાલચ આપી “અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના અશોક સ્થંભના લોગો વાળા ટ્રેડર્સ પેપર તથા એગ્રીમેન્ટ પેપર “સીપ્રા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ મોરબીના નામના તૈયાર કરાવડાવી આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ફરિયાદી વિજયભાઈની સહીઓ મેળવી અલગ અલગ રીતે આરોપી ડો.વસંત ભોજવિયા, પ્રદીપકુમાર કરોલીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ગત તા.૧૫-૦૯-૨૦૧૯થી આજ દિન સુધી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦ (તેર કરોડ સાઈઠ લાખ) બદઈરાદાથી મેળવી ઉપર મુજબ કોન્ટ્રાક્ટ નહિ આપી તથા આરોપી ફાઈનાન્સના અધિકારી તરીકે આરોપી ડો.વસંત ભોજવિયાએ ફરિયાદીને ઓળખાણ કરાવી જેણે ફરિયાદી વિજયભાઈને રૂપિયા ૩.૮૦ કરોડનું ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ તેમજ આરોપી રચના સિંધએ એસ.બી.આઈ. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ડી.ડી. કન્ફર્મેશન થઇ ગયેલ હોવાની ખોટી માહિતી આપી તેમજ આરોપી ડો.વસંત ભોજવિયાએ ડી.ડી.માં રૂપિયા ૯ કરોડ દર્શાવી તે ડી.ડી. એક્સિસ બેંકમાં રૂપિયા ૯૦૦નો જ હોય એ જાણતા હોવા છતાં ડી.ડી. રૂપિયા ૯ કરોડ હોવાનું વોટ્સઅપ કરી મોકલેલ હોય જેથી આ કામના આરોપીઓએ અગાઉથી સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ઈરાદાથી ખોટા ડી.ડી. રૂપી બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કરી ફરિયાદી વિજયભાઈ તથા સાહેદના મોબાઈલ વોટ્સઅપ પર મોકલી જે ડી.ડી. ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ વિજયભાઈ ગોપાણીએ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી એ.ડીવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.