મોરબી: 2900 ફૂટ ત્રિરંગા સાથે ભવ્ય સ્વતંત્રતા યાત્રા નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14-8, યંગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જવા નીલકંઠ વિધાલય અને પી જી પટેલ કોલેજના સહયોગથી આજે સ્વતંત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ હતી જે શહેરના રવાપર રોડથી શરુ કરીને શહેરના મુખ્યમાર્ગો પરથી ફરી હતી સ્વતંત્ર યાત્રામાં જોડાયેલ વિદ્યાર્થીઓએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા ૨૯૦૦ ફૂટના વિશાલ તિરંગાને વિદ્યાર્થીઓ દ્વારા સાથે લેવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે મોરબીવાસીઓ સ્વતંત્રતાના રંગે રંગાય ગયા હતા અને સૌ કોઈમાં દેશભક્તિની લહેર જોવા મળી હતી ૨૯૦૦ ફૂટ વિશાલ તિરંગા સાથેની સ્વતંત્ર યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા

……………………. Advertisements ……………….