કાશ્મીર વિવાદનું વાદળું હટ્યું: ધારા 370 અને 35-A નો ખાત્મો : જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ પાડી કેન્દ્રશાસિત જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 05-7, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યભામાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ્મ 370 દૂર કરવાની ભલામણ રજુ કરી હતી. જોકે શાહે આ રજુઆત કરતાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવી દીધો હતો.આજે રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડૂએ સરકાર તરફથી જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન અમેંડમેંટ બિલ રજુ કરવાની જાણકારી આપી હતી. તેમણે ગૃહમંત્રી અમિત શાહને બિલ રજુ કરવા કહ્યું હતું. આ સાથે જ કાશ્મીરમાંથી કલમ 370 નામનો મોટો ભસ્માસુરનો ખાત્મો બોલાવી દેવાયો છે. રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી છે. કાશ્મીરમાં 72 વર્ષ બાદ ઈતિહાસ રચાયો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંને વિસ્તારને અલગ પાડી બંને પ્રદેશને કેન્દ્ર શાષિત પ્રદેશ જાહેર કરી દેતા મોદી સરકારે એક ઝાટકે કાશ્મીર સમસ્યાનો મહદ્દ  અંશે ઉકેલ લાવવા એક સાહસિક કદમ ઉઠાવ્યા છે. આ એક ઓગસ્ટ ક્રાંતિ છે. જેમાં ખરા અર્થમાં કાશ્મીર આઝાદ થયું છે. મોદી સરકારના આ સાહસિક ફેંસલાથી સમગ્ર દેશભરમાં ખુશીનો માહોલ જામ્યો છે. જય હિન્દ!, વંદે માતરમ

…………………Advertisements…………………