મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમની સપાટી ૧૭.૫૦ ફૂટે પહોંચી

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  તા. 03-7, મોરબી જીલ્લામાં ગત સોમવારથી મેઘમહેર શરુ થયા બાદ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ શરુ થયા બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને મોરબી જીલ્લામાં શુક્રવારથી અમુક સ્થળે ઝરમર વરસાદ જ વરસી રહ્યો છે જોકે મોરબી જીલ્લાના ડેમોમાં નવા નીરની આવકથી સપાટીમાં વધારો થઇ રહ્યો છે અને વાંકાનેર, મોરબી તેમજ ટંકારાની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીરથી ડેમ ભરાવા લાગતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે

        મોરબી જીલ્લાના વાંકાનેરના મચ્છુ ૧ ડેમની ૪૯ ફૂટની કુલ ક્ષમતા છે જેમાં શનિવાર સુધીમાં જળ સપાટી ૩૪.૮૬ ફૂટે પહોંચી છે તો મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમની ૩૩ ફૂટ ક્ષમતા સામે ડેમની સપાટી ૧૭.૫૦ ફૂટે પહોંચી છે તે ઉપરાંત ટંકારાના ડેમી ૧ ડેમની ૨૩ ફૂટ ક્ષમતા સામે આજની સ્થિતિએ ડેમની સપાટી ૧૭ ફૂટ પહોંચી છે અને નવા નીરની આવકથી ડેમ ધીમે ધીમે ભરાઈ રહ્યા છે

…………………………………. Advertisements ………………………………..