મોરબી : ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં મોરબી ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા 2જીએ સ્કૂટર રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-7, તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી નું આયોજન કરવામાં આવેલું છે જેમાં મોરબીના મેડિકલ એસોસિયેશનના તમામ ડોક્ટરો આ રેલીમાં જોડાશે. અને મોરબી રવાપર રોડ આઈએમએ હોલ થી નીકળી કલેક્ટર ઓફિસ પર કલેકટરને આવેદનપત્ર આપવા જશે. રેલીની શરૂઆત બપોરે 02:30 વાગ્યે આઇએમઓ હોલ રવાપર રોડ થી કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવાયું  છે.

…………………………………. Advertisements ………………………………..