મોરબી : ગુમસુદા તરુણ મુંબઇ ફરીને સહી સલામત પરત મોરબી આવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-7,  મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતો તરુણ થોડા દિવસો પહેલા ગુમ થયા બાદ તેનું અપહરણની ફરિયાદ નોંધાઇ હતી.આ ગુમ થનાર તરુણ ગઈકાલે પોતાના ઘરે હેમખેમ પરત આવી ગયો હતો અને તેણે પોતના પિતા બીમાર હોવાનું ખોટું બહાનું બતાવીને તેમની પાસેથી પૈસા લઈને મુંબઈ ફરવા ગયો હોવાની કબૂલાત આપી હતી.પોતે જ્યાં કામ કરે છે તે દુકાનેથી શેઠને પોતાના પિતા બીમાર હોવાનું ખોટું બહાનું બતાવી તેમની પાસેથી રૂ.5 હજાર ઉપાડીને મુંબઈ ફરવા ગયો હતો.જોકે આ બનાવમાં પુત્ર હેમખેમ પરત મળી આવતા તેના પરિવારજનોએ રાહત અનુભવી હતી.પોલીસે તેનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

…………………………………. Advertisements ………………………………..