મોરબી તાલુકા પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-7, પર્યાવરણના જતનમાં પોલીસ વિભાગની પણ સંકલ્પબદ્ધતા ઉજાગર થાય એવા ઉમદા હેતુથી પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સૂચનાથી રવિવારે તાલુકા પોલીસ લાઈનમાં વૃક્ષરોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 70 જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું હતું. જેમાં પોલીસકર્મીઓએ વૃક્ષોનું જતન અને માવજત કરવાના સંકલ્પ લીધા હતા.

…………………………………. Advertisements ………………………………..