મોરબી: ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનને પગલે મંગળવારે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ખેડૂત આગેવાન, સૌરાષ્ટ્રના સાવજની ઉપમા ધરાવતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને પાટીદાર આગેવાનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાના અંતિમ દર્શન તેમજ અંતિમ સંસ્કાર તા. ૩૦ ને મંગળવારના રોજ તેના વતન જામ કંડોરણા ખાતે કરવામાં આવશે ત્યારે ખેડૂત આગેવાનના નિધનથી મંગળવારે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેમાં હરાજી સહિતના કામકાજો બંધ રહેશે તેવી માહિતી યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા પાસેથી પ્રાપ્ત થઇ છે 

…………………………………. Advertisements ………………………………..