મોરબી: લાતીપ્લોટમાં અજંતા કંપનીના ડિસ્ટ્રીબ્યુટર “અરિહંત એજન્સી” ના ગોડાઉનમાં આગ લાગી: કોઈ જાન હાનિ નહિ

ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી  

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-7, મોરબીના  લાતીપ્લોટ શેરી નં 2-3ની વચ્ચે આવેલા અજંતા કંપનીના ડ્રિસ્ટિબ્યુટર અરિહંત એજન્સીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોતે ગોટા નીકળતા અફરાતરફીનો માહોલ સર્જાયો હતો. જયારે ગોડાઉનમાં કામ કરતા લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે. અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતા અટકી ગઈ હતી.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

………………… Advertisements ……………………..