મોરબી સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 14, સેતુબંધ ફાઉન્ડેશન મોરબી દ્વારા તા. ૨૧ ને રવિવારના રોજ વિનય વિદ્યા મંદિર, પીપળીયા ચાર રસ્તા ખાતે મોરબી તાલુકા તેમજ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નિશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૨૧ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી કેમ્પ યોજાશે

        જે કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે તા. ૧૯ સુધીમાં દર્દીઓએ નામ નોંધાવવા જણાવ્યું છે નામ નોંધાવવા માટે અપૂર્વ કન્સલટન્ટ, નવા બસ સ્ટેન્ડ સામે, દામજીભાઈ કલોલા, પીપળીયા ચાર રસ્તા, સુરેશભાઈ સરડવા, પીપળીયા ચાર રસ્તા, કે એલ સરડવા પીપળીયા ચાર રસ્તા ખાતે સંપર્ક કરવા સંસ્થા અગ્રણી કાન્તિલાલ બાવરવાની યાદીમાં જણાવ્યું છે 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………….. Advertisement …………………….