મોરબીમાં મોડી રાત્રીના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, તા. 3,  સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું હોવા છતાં મોરબી જિલ્લો મૉટભાગે કોરો રહ્યો હતો. પણ અષાઢીબીજના એક દિવસ પહેલા મેઘરાજાએ મોરબી જિલ્લા પર અમી દ્રષ્ટિ કરતા મોડી સાંજ સુધી વાતાવરણ ગોરંભાયેલું રહ્યા બાદ મોડી રાત્રીના મન મૂકીને વરસાદ વરસ્યો હતો. 

વાંકાનેરમાં ગઈ કાલે ચાર ઇંચ કરતા થોડો વધુ વરસાદ નોંધાયો હતો. જયારે મોરબી શહેરમાં મોડી રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારે વેધશાળામાં નોંધાયેલા આંકડા મુજબ મોરબીમાં 25 એમ.એમ એટલેકે 1 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.આવનારા ત્રણ દિવસ સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદ આવતા ઘણી જગ્યાઓએ વૃક્ષો પડવાના અને વિજપોલ ધરાશાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી છે. 

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………