મોરબી: રિધમ ગ્રુપનો નવતર પ્રયાસ

વિકાસ વિદ્યાલયના 110 જેટલા બાળકોને સમર કેમ્પનો અનુભવ કરાવ્યો 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી: માનવતાની ફરજ બજાવવા માટે રીધમ ગ્રુપ કે જે યુનિક સ્કૂલ માં કામ કરતા શિક્ષકો (પાર્થ, મોહિત, દેવલ, હેતલ, વિભૂતિ, ધર્મેન્દ્ર) અને એમના આચાર્ય ડોક્ટર અમિત પટેલ  દ્વારા કાર્યરત છે.
આ ગ્રુપ પોતાના રેગ્યુલર કામ સિવાયના સમયની અંદર શ્રમદાન અને અર્થ દાન કરી ઘણી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. રીધમ ગ્રૂપના નામ હેઠળ હમણાં જ તેમણે મોરબી માં આવેલ વિકાસ વિદ્યાલય ના નિમાવત ભાઈ અને સ્ટાફ ના અનુરોધથી એક નવતર પ્રયાસ કર્યો કે જેની અંદર 110 જેટલી વિકાસ વિદ્યાલય માં રહેતી બાળાઓને નવ દિવસનો સમર કેમ્પ નો અનુભવ કરાવ્યો. 
આ સમર કેમ્પ નવ દિવસનો હતો જેની અંદર એ બાળાઓને વિવિધ જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ જેમ કે અગ્નિ વગર નું ભોજન, ચિત્રકલા, ડેકોરેશન, નૃત્ય, સંગીત, વકૃત્વ અને વિવિધ ભાષાઓમાં પ્રાર્થના જેવી રસપ્રદ કલાઓ શીખવાડવામાં આવી હતી અને કેમ્પના છેલ્લા દિવસે તેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં એમનાં દ્રશ્ય, ચિત્રકામ નુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યો હતું જેમાં બાળાઓના હૃદયસ્પર્શી વકૃત્વ સાંભળવા મળ્યું, ishqbaaaz દ્વારા પ્રસ્તુત મૃત્ય મનોહર પ્રાર્થના સુંદર મજામાં ડેકોરેશન જોવા મળ્યું. અંતે આ બાળાઓએ અશ્રુભીની આંખે વિદાય આપી અને પોતાની અંદર રહેલી કળાને વિકસાવવા માટે ફરીવાર રીધમ ગ્રુપ ને આવા આયોજન કરવા માટે અનુરોધ કરવા આગ્રહ કર્યો હતો. 
અને રીધમ ગ્રુપે ફરી વાર ત્યાં એમના માટે સ્પોર્ટ્સ નો આવો કાર્યક્રમ ગોઠવવા માટે વચન આપ્યું વિકાસ વિદ્યાલયના નીમાવત ભાઈએ પણ આ વખતે આ બાળકો માટે સ્પેશિયલ એન્યુઅલ ફંકશન ગોઠવશે અને એ માટે પાછી રિધમ ગ્રૂપની મદદ લેશે તેવું જાહેર કર્યું હતું
આવા કાર્યોથી  આત્મસંતોષ ની અનુભૂતિ થાય છે એવો મેસેજ  રીધમ ગ્રુપ સમાજને આપવા ઈચ્છે છે.

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………