પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ સમાન જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિવસ

(જયદેવ બુધ્ધભટ્ટી )  પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ સમાન કોઈ પણ ચમરબંધીની સાળી-બારી રાખ્યા વગર નિર્ભેળ સત્ય રજુ કરનાર પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિનની શુભેચ્છા અને શુભકામના આપતા સહર્ષ લાગણી અનુભવી છીએ… સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મીડિયા ગ્રુપ ‘ જય હિન્દ ‘ અને તેના સાંધ્ય દૈનિક ‘ ગુજરાત મિરર ‘ ના સિનિયર પત્રકાર તથા મારા ગુરુજી શ્રી જગદીશ મહેતાનો આજે તારીખ 28/6/2019 નાં રોજ 55 મો જન્મદિન છે. પોતાની ધારદાર કલમવાળી કોલમ” ઓન ધ સ્પોટ ” થકી સૌરાષ્ટ્રભરના વાંચકવૃંદમાં અનેરું સ્થાન ધરાવતા જગદીશ મહેતાએ તેમની પત્રકારિતા, એ વેળા મુંબઈથી પ્રસિદ્ધ ગુજરાતી સામયિક ” અભિયાન ” થી શરૂ કરી હતી.ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ એવા કાન્તિ ભટ્ટના નેતૃત્વ હેઠળના “અભિયાન” મેગેઝિન પછી જગદીશ ભાઈએ ગુજરાતીસાપ્તાહિક ” યુવદર્શન”, ” રૂપેરી-ચંદેરી ( ફિલ્મી પાક્ષિક)માં પણ સેવા આપી હતી.જો કે છેલ્લા અઢી-ત્રણ દશકાથી તેઓ રાજકોટ- સૌરાષ્ટ્રની અખબારી આલમમાં છવાયેલા રહ્યા છે. રાજકોટનાં પ્રસિદ્ધ અખબારો ‘નૂતન સૌરાષ્ટ્ર’થી લઈ ‘સંદેશ’, ‘લોક સમર્થન’, ‘અકિલા’, ‘સાંજ સમાચાર’, “દિવ્યદ્રષ્ટિ-દિવ્યક્રાંતિ” અખબારના લીડ સ્ટોરી લેખક લેખક, પત્રકાર , નિવાસી તંત્રી અને કોલમિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા.હાલમાં તેઓ સુપ્રસિદ્ધ મીડિયા ગ્રુપ ‘જય હિન્દ’ અને તેના સાંધ્ય દૈનિક ‘ ગુજરાત મિરર ‘ માં સિનિયર પત્રકાર-સંપાદક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ‘પરિચિત ચાહકોમાં’ “જય શ્રી કૃષ્ણ”ના હુલામણા સંબોધનથી પણ જાણીતા જગદીશ મહેતાની કલમમાં કાઠિયાવાડી- ટચ અને સામાન્ય જન-માનસની આશા- આકાંક્ષાઓનો પડઘો ઝીલાતો રહે છે. વિશુદ્ધ પત્રકારિતાનાં હિમાયતી એવા જગદીશ મહેતાને તેમના 55માં જન્મદિને મો.નં 9375422233 પર અનેક- અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓની વર્ષા થઇ રહી છે. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………