જામનગર: જી.જી. હોસ્પિટલમાં અસુવિધા અને ડોક્ટરોની વ્યાપક ફરિયાદ

OPD રૂમમાં ગંદા માંકડનો ત્રાસ ભોગવતા દર્દીઓ 

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 30, જામનગર શહેરની જી.જી. સરકારી હોસ્પિટલમાં કાન-નાક-ગળા ના ડોક્ટરની દર્દીઓ સાથે તુચ્છ વર્તણુકની વ્યાપક ફરિયાદ દર્દીઓ કરી રહ્યા છે. આ ડૉક્ટર દર્દીઓ એક અપરાધી હોય તેવી વર્તણુક કરી રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે. 

તાજેતરમા એક પત્રકારે જયારે રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમના ધ્યાનમાં અનેક ફરિયાદો  સામે આવી છે. આ ડૉક્ટર કોઈ પણ દર્દી સાથે સીધી વાત નથી કરતા તેઓ દર્દી સાથે એક અપરાધી હોય તેવી વર્તણુક કરી દર્દીઓને માનસિક ત્રાસ આપે છે તેવું દર્દીઓ અને તેની સાથે કામ કરતા સહ કર્મચારીઓ પણ આ ડૉક્ટર થી ત્રાસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. તો હોસ્પિટલમાં opd રૂમમાં ગંદા માંકડનો ત્રાસ હોવાની, લિફ્ટ પણ ચાલુ નહિ હોવાની પણ ત્યાંના દર્દીઓ આ પત્રકાર સમક્ષ ફરિયાદ કરી રહ્યા હતા. જાગૃત પત્રકાર મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા આ બાબતની સ્વાથ્ય મંત્રી, મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરેલ છે. 

તમામ સમાચારોથી અપડેટ રહેવા નીચે આપેલ વોટ્સએપ આઇકોન પર  ક્લીક કરી વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવા વિનંતી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા આ આઇકોન પર ક્લીક કરો