WhatsApp New Feature: વ્હોટ્સએપ લાવ્યું જબરદસ્ત ફીચર, મળશે પાંચ વિકલ્પ, ખાસિયતો હાઈટેક

Whatsapp એવું નવું ફીચર લાવી રહ્યું છે, જેના થકી યુઝર્સ પોતાની મનપસંદ થીમ લાગુ કરી શકશે, જાણો સમગ્ર ખાસિયત અંગે આ આહેવાલમાં!

વોટ્સએપની લોકપ્રિયતાની તોલે કોઈ ન આવી શકે તેવું કહેવું પણ વધુ પડતું નથી. કારણ કે તેના કરોડો યુઝર્સ છે. બીજી બાજુ વોટ્સએપ પણ દરરોજ નવુ નવુ અપડેટ લઈને આવે છે. તેવામાં વોટ્સએપ ફરી એકવાક એક નવું ફિચર્સ લઈને આવ્યું છે. મેસેજિંગ એપ વોટ્સએપ પર નવા થીમ ફીચરની શરૂઆત થવાની સાથે જ યૂઝર્સને વધુ એક સુવિધા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.  WABetaInfoના રિપોર્ટ અનુસાર iOS 24.1.10.70 પર એક નવુ અપડેટ આવશે. જેના થકી આ નવા અપડેટમાં યૂઝર્સને અલગ અલગ પાંચ કલર ઓપશન આપવામાં આવ્યાં છે. આ કલરમાંથી કોઈ પણ એક કલરની પસંદગી કરીને યૂઝર્સ એપ બ્રાન્ડિંગનો કલર ચેન્જ કરી શકે છે અને તેને વધુ આકર્ષિત બનાવી શકે છે. આ કલર ઓપ્શનમાં તમને લીલો, વાદળી, સફેદ, કોરલ અને રીંગણી આપવામાં આવશે.

શું છે ખાસિયત?

નવા ફિચર્સની ખાસિયત વિશે વાત કરવામાં આવે તો આ ફિચર મેસેજિંગ એપમાં આનોખું આકર્ષણ ઉભું કરી શકશે. જેમ કે બ્રાન્ડિંગના કલરને બદલવાની ક્ષમતા યુઝર્સ માટે મદદરૂપ બનશે.. તેઓ બ્લાઈન્ડ અથવા ચોક્કસ કલરની પસંદગી કરી શકશે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે…

WABetainfoના રિપોર્ટ મુજબ આ નવા ફિચરનો એક પ્રાઈમરી બેનિફિટ એ છે કે યુઝર્સને એક અલગ જ રંગના માધ્યમથી ખુદને એક્સપ્રેસ કરવાની સ્વતંત્રતા આપે છે. તમે 5 કલર ઓપ્શનની સાથે યુઝર્સ એક મુખ્ય બ્રાંડિંગ રંગની પસંદગી કરી શકે. જે તેના વ્યક્તિત્વ સાથે મેચ કરે છે અથવા તો તેના માટે તે વધુ આકર્ષક બનાવે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ એક પગલુ આગળ જઈ રહ્યું છે અને ભવિષ્યમાં બબલના રંગને બદલવાની ક્ષમતા પણ લાવી શકે છે.. જેમાં યૂઝર્સને પર્સનલાઈજેશનનું વધુ એક લેવલ મળશે.. અન્ય રિપોર્ટ અનુસાર WhatsApp Android યુઝર્સ ફોટો અને વીડિયો સહિતના ચેટીંગન ઇતિહાસને સંગ્રહિત કરવા માટે એન્ડ્રોઈડ યુઝર્સને  આપવામાં આવી રહેલી ફ્રી ગુગલ ડ્રાઈવર સ્ટોરેજ સ્પેસને સમાપ્ત કરી રહ્યું છે. નવા અપડેટનો અર્થ એ છે કે Google ડ્રાઇવ પર સંગ્રહિત WhatsApp ડેટા 15GB સ્ટોરેજ મર્યાદામાં ગણવામાં આવશે. અથવા તો યુઝર્સ પાસે Google One સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. વોટ્સએપે કહ્યું હતું કે નવા તમામ ફેરફારો વર્ષ 2024માં યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે.. અને  કંપની WhatsApp સેટિંગ્સ > ચેટ્સ > ચેટ બેકઅપમાં એક બેનર સાથે 30 દિવસ પહેલાથી જ સૂચિત કરવાનું શરૂ કરી દેશે.