PM મોદીએ જેનો ઉલ્લેખ કર્યો એ Katchatheevu ટાપુનો વિવાદ શું છે? ઇન્દિરા ગાંધીએ કરી હતી ભૂલ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2023

કચ્છથીવુ ટાપુ બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતી પાલ્ક સામુદ્રધુનીમાં આવેલો છે. તે 285 એકરમાં ફેલાયેલો નાનો નિર્જન ટાપુ છે. આ શ્રીલંકા અને ભારત વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે.

આજે લોકસભામાં PM મોદી દ્વારા કચ્છથીવુ ટાપુનો ઉલ્લેખ કારવામાં આવ્યો હતો. PM મોદીનાં ઉલ્લેખ બાદ ફરીથી આ  વિવાદ ફરી ઉપસી આવ્યો છે. 2022માં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને વડાપ્રધાન મોદીની હાજરીમાં શ્રીલંકા પાસેથી આ ટાપુ પરત લેવાની માગ કરી હતી. ભારત-શ્રીલંકાની સંધિ મુજબ અત્યારે કચ્છથીવુ ટાપુ શ્રીલંકાનો ભાગ છે. ત્યારે એમ. કે. સ્ટાલિને તમિલ માછીમારોના પરંપરાગત માછીમારી અધિકારોનો હવાલો આપી તેને પરત લેવાની માગ કરી છે.

કચ્છથીવુ ટાપુ ક્યાં આવેલો છે?

કચ્છથીવુ ટાપુ બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતી પાલ્ક સામુદ્રધુનીમાં આવેલો છે. તે 285 એકરમાં ફેલાયેલો નાનો નિર્જન ટાપુ છે. આ શ્રીલંકા અને ભારત વચ્ચેનો વિવાદિત પ્રદેશ છે. આ ટાપુ પર 1976 સુધી ભારત દ્વારા દાવો કરવામાં આવતો હતો. અત્યારે તેનો વહીવટ શ્રીલંકા દ્વારા કરવામાં આવે છે.

કચ્છથીવુને ફરી ભારતમાં ભેળવવાની માંગ ઘણા લાંબા સમયથી ચાલતી આવી છે. પરંતુ, આ વખતે શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું ત્યારે, આ માગ ફરી ઉઠી હતી. આંકડા અનુસાર શ્રીલંકામાં એપ્રિલ 2022માં ફુગાવાનો દર 33.8 ટકા જેટલો ઉંચો હતો.

શું છે આ ટાપુનો ઇતિહાસ?

14મી સદીમાં જ્વાળામુખી ફાટવાને કારણે કચ્છથીવુ ટાપુની રચના થઈ હતી. ત્યારબાદ તામિલનાડુના રામનાથપુરમના રામનાદના રાજા પાસે કચ્છથીવુ ટાપુ હતો. બાદમાં તે મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ રહ્યો હતો. ત્યારબાદ 1921માં શ્રીલંકા અને ભારત બંનેએ માછીમારી માટે તેના પર દાવો કર્યો હતો. જોકે, આ વિવાદ વણઉકેલ્યો રહ્યો હતો. એક સમયે બ્રિટિશ શાસન દરમિયાન ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે તેના પર વહીવટ કર્યો હતો

શું છે તેનો વિવાદ?

ભારત અને શ્રીલંકાના માછીમારો ઘણા લાંબા સમયથી કોઈ વિવાદ બહાર એકબીજાની જળસીમામાં માછીમારી કરી રહ્યા જ્યાં. જોકે, ભારત-શ્રીલંકા વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારે આ મુદ્દો સામે આવ્યો હતો. તે કરારના કારણે ભારત અને શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમા નક્કી થઈ હતી. આ કરારનો હેતુ પાલ્ક સ્ટ્રેટમાં સંસાધન વહીવટ અને કાયદા અમલીકરણનો હતો.

વર્તમાન સમયે ભારતીય માછીમારોને આ ટાપુ પર આરામ, જાળની ગોઠવણી સૂકવણી અને સેન્ટ એન્થની ઉત્સવની ઉજવણી સહિતનો કરી શકે છે. પણ તેમને માછીમારી માટે ટાપુનો ઉપયોગ કરવાની છૂટ નથી. જો કે, ભારતીય માછીમારોએ વધુ માછલીઓની શોધમાં શ્રીલંકાની જળ સીમામાં જતા હોય છે.

સંધિ થયા બાદ ઘણા દાયકાઓ સારી રીતે પસાર થયા હતા. પરંતુ ભારતીય સીમામાં માછલીઓ અને જળચરની સંખ્યા ઓછી થઈને સમસ્યા ગંભીર બની ગઈ છે. જેના પરિણામે આ વિસ્તારમાં ભારતીય માછીમારોની સંખ્યામાં વધારો થયો હોવાનું નોંધાયું છે. તેઓ આધુનિક ફિશિંગ ટ્રોલીનો પણ ઉપયોગ કરી રહ્યા છે જે દરિયાઇ જીવન અને ઇકોસિસ્ટમને નુકશાન પહોંચાડતું હોવાનો આક્ષેપ છે.

LTTE યુગમાં શરૂ થઈ સમસ્યા

LTTE એટલે કે અલગાવવાદી જૂથ લિબરેશન ટિગર્સ ઓફ તમિલ ઈલમના સમયે દરમિયાન સમસ્યા ગંભીર બની હતી. તે સમયે શ્રીલંકાની સરકારે સૈન્ય કાર્યવાહી માટે જળસીમામાં શ્રીલંકાના માછીમારોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. તમિલ વિદ્રોહીઓના દેશમાં પાછા ન આવે તે માટે 2009માં શ્રીલંકાએ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

ભારતીય માછીમારોએ શ્રીલંકાના આ નિર્ણયને તક તરીકે લીધો હતો. પરંતુ, 2010માં યુદ્ધના અંત આવતા શ્રીલંકાના માછીમારોએ ફરીથી પાલ્ક વિસ્તારમાં આવવા લાગ્યા હતા. તેમણે તેમનો કાયદેસરનો પ્રદેશ પાછો લીધો હતો.

કેન્દ્ર VS તમિલનાડુ

તત્કાલીન PM ઇન્દિરા ગાંધીએ 1974-76ની વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રીમાવો બાંદારનાયકે સાથે ચાર દરિયાઇ સરહદ સમજૂતીઓ કરી હતી અને કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો. જે તમિલનાડુ સરકારને માફક ન આવ્યું અને 1991માં તમિલનાડુ વિધાનસભા દ્વારા કચ્છથીવુ ટાપુને પાછો મેળવવાની માગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન 2008માં તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ કેન્દ્રને સુપ્રીમ કોર્ટ સુધી ઢસડી ગયા હતા. તેમણે કચ્છથીવુ સંધિ રદ બાતલ કરવાની અપીલ કરી હતી. તેઓએ ભારત શ્રીલંકા વચ્ચેની બે સંધિઓ ગેરબંધારણીય હોવાનું કહ્યું હતું.

માછીમારોની આજીવિકાનો પ્રશ્ન

આ ટાપુ રામેશ્વરમથી ઉત્તર-પૂર્વમાં 10 માઇલ દૂર છે. આ ટાપુનો ઉપયોગ ભારતીય માછીમારો જાળ સુકવવા, માછલીઓ પકડવા અને આરામ કરવા માટે કરે છે. જોકે, સરહદ પર અવારનવાર ધરપકડ કરવામાં આવે છે. શ્રીલંકાની સરકારના દાવા મુજબ તેઓ તેમની દરિયાઇ સરહદોનું રક્ષણ કરે છે અને શ્રીલંકાના માછીમારોની આજીવિકા સુરક્ષિત કરી રહ્યા છે. બંને પક્ષો કોઈ પણ સંજોગોમાં બળનો ઉપયોગ ન નથી કરતા. જો કે હિંસક સ્થિતિ જોવા મળી શકે છે.