જામનગર-દ્વારકા જિલ્લામાં યોજાનાર દિવ્યાંગ સાધન સહાય કેમ્પનો લાભ લેવા અનુરોધ

જામનગરના સંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા આયોજિત

(દિવ્યક્રાંતિ ન્યૂઝ, malkesh budhbhatti ) ભારત સરકારશ્રી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યાંગતા ધરાવતા કૃત્રિમ અંગો/ સાધનો પુરા પાડવા માટે દિવ્યાંગોને જરૂરિયાત મુજબ મળવા પાત્ર સાધન નક્કી કરવા માટે મોજણી (પ્રાથમિક ચકાસણી કેમ્પ )નું આયોજન કરવામાં આવેલ છે. જરૂરિયાતમંદ દિવ્યાંગોએ કેમ્પમાં હાજર રહી દિવ્યાંગતા પ્રમાણપત્ર , આવકનું પ્રમાણપત્ર, બે ફોટા,રહેણાંકનો પુરાવો તથા ફોટા ઓળખ પત્ર સાથે નીચે જણાવેલ સ્થળે અને સ્વ ખર્ચે નજીકના સ્થળે હાજર રહેવા જાણ કરવામાં આવેલ છે

  1. ધ્રોલ અને જોડિયા તાલુકો (તા. 6-2-19), સામુહિક કેન્દ્ર
  2. લાલપુર અને જામજોધપુર (તા. 7-2-19), સામુહિક આરોગ્ય કેન્દ્ર
  3. જામનગર ગ્રામ્ય અને કાલાવડ (તા. 8-2-19), જી.જી. હોસ્પિટલ
  4. જામનગર શહેર (તા.9-2-19) , જી.જી. હોસ્પિટલ
  5. જામ ખંભાળિયા,અને ભાણવડ, (તા. 10-2-19) સરકારી હોસ્પિટલ
  6. દ્વારકા અને કલ્યાણપુર (તા. 11-2-19) સામુહિક આરોગ્ય કેન્દ્ર