મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા સામ પિત્રોડાનું પૂતળા દહન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાજીએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્વિમ ભારતીયોને આરબ જેવા કહ્યા છે. આ ટિપ્પણીના વિરોધમાં જિલ્લા ભાજપ દ્વારા સામ પિત્રોડાનું પૂતળાદહન અને કોંગ્રેસનો વિરોધ પ્રદશઁનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

જેમાં મોરબી જિલ્લાના જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રાની આગેવાનીમાં જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિપક અંદરપા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી નીતિનભાઈ દેવરામભાઈ રાજપરા, સાગરભાઇ વિજયકુમાર, ચંપકસિંહ રાણા, મહેશભાઈ સોલંકી સહિતના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.