હનુમાન જયંતિ: અહીં બિરાજમાન છે શ્યામ વર્ણના હનુમાનજી, આવી છે માન્યતા

શહેર નજીક આંકલાવ તાલુકામાં આવેલ હઠીપુરા ગામમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ શ્યામ વર્ણની છે. જેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ વર્ષે હનુમાન જયંતિને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમુખી હનુમાન મંદિરે ભવ્ય પૂજા અને હવન થશે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટશે. ત્યારે અહીં બિરાજમાન હનુમાન દાદા શ્યામ વર્ણના કેમ છે.તે અંગે વિગતવાર માહિતી 108 મહંત સંત અરવિંદ દાસજી બાપુએ જણાવી છે.

શાસ્ત્રોમાં હનુમંત રહસ્ય એક ગ્રંથ આવેલો છે જેમાં હનુમાનજી શ્યામ વર્ણના કેવી રીતે અને ક્યારે થયા હતા? તેની કથા લખેલી છે. ત્રેતાયુગમાં જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે રાવણ પાતાળ લોક ગયા હતા અને રામ અને લક્ષ્મણનું અપહરણ થયું હતું.

ત્યારે હનુમાનજી પાતાળ લોક ગયા હતા ત્યારે ત્યાંના દ્વારપાળો જોડે યુદ્ધ થયું હતું. ત્યારે દ્વાર પાડોએ જણાવ્યું હતું કે રાવણ ખૂબ જ માયાવી છે અહીં દેખાઈ રહેલા પાંચ દીવાને જો તમે એક જ ફૂંકમાં ઓલવી નાખશો તો જ અહીરાવન દેખાશે. હનુમાનજી માટે આ મોટી વાત ન હતી અને પાંચ મુખ ધારણ કરીને એક સાથે પાંચ દીવાને ઓલવી નાખ્યાં.

અને સમયે જો રામ લક્ષ્મણની બલી ચડાવવામાં મહાકાળી માતા પાસે લાવવામાં આવ્યા ત્યારે હનુમાનજી મહાકાળી માતામાં પ્રવેશ કરી ગયા અને શ્યામ વર્ણના થઈ ગયા અને આઠેય હાથમાં માતાજીના શસ્ત્રો ધારણ કર્યા. અહીં રાવણનો ઉદ્ધાર કર્યો. અને હનુમાનજી ફરી એક વખત પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને પોતાના ખભે રામ લક્ષ્મણને બેસાડીને પૃથ્વી લોક પધાર્યા. ત્યાંથી શ્યામ વર્ણના હનુમાનજીના જે પણ કોઈ દર્શન કરે તેને કોઈપણ વિધિ વિધાન કરાવવાની જરૂર નથી, દર્શન માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે.

હઠીપુરા ગામમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના દિવસે 1.25 લાખ નારિયેળ હોમાવી મહાયજ્ઞ થશે. હનુમાન જયંતિના ભાગરૂપે  50 હજાર ભક્તો ભોજનનો પ્રસાદ લે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.