મોરબીમાં વિહીપ-બજરંગદળ દ્વારા હનુમાન જયંતિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

શ્રી રામ નવમીના ઉત્સવના સંદર્ભમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની સહૂત તમામ હિન્દુ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડના જવાબદાર વ્યકિતઓ દ્વારા 10 દિવસ સુધી એટલે કે તા.13-4 થી 23-4 હનુમાન જયંતિ સુધી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોના મંદિરોમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં મોરબીની આસપાસના મંદિરો ખાતે મહાઆરતી તેમજ ત્યાંના લોકો સાથે પરિચય તથા સત્સંગના કાર્યક્રમ ચાલી રહ્યા છે. ઉપસ્થિત ભક્તોને વિહીપ વિશેની માહિતી આપીને તથા લોકોને પરિષદ તથા પરિષદના કાર્યોમા સહભાગી થવા પ્રેરણા આપી રહ્યા છે.

વિહીપ અને બજરંગદળના તમામ કાર્યકર બંધુ-ભગીનીઓ સર્વ સનાતની હિંદુ સંગઠન મોરબી દ્વારા જે રામ ભગવાનની ભવ્ય વિજય યાત્રા નીકળવા જઈ રહી છે. તેમાં બહોળી સંખ્યામાં જોડાશે.સાથે મોરબીના તમામ હિંદુ સનાતની ભાઈઓ-બહેનો પણ શોભીયાત્રામાં  જોડાય તેવી વીહીપ દ્રારા અપીલ કરવામાં આવી હતી.