કુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટ

દુબઈ એક એવું શહેર કે જ્યાં એક વખત જવાનું સૌ કોઈનું સ્વપ્ન હોય છે. દુબઈની ચકાચૌંધ અને ત્યાંનું નવાબી જીવન દુનિયાના તમામ લોકોને આકર્ષે છે. પરંતુ કહેવાય છે કે કોઈ પણ શક્તિ, ગમે તેવી તાકત કે પછી અબજો રૂપિયા કુદરત પાસે નક્કામા છે. દુનિયાના સૌથી ધનિક દેશોની યાદીમાં અવ્વલ રહેતા UAEની હાલત કુદરતે માત્ર 2 જ દિવસમાં બદલી નાંખી છે. આ એ જ દુબઈ શહેર છે, જયાં રસ્તા પર કરોડોના કિંમતની મોંધીદાટ કારો દોડતી હોય છે. પરંતુ છેલ્લા બે દિવસમાં આવેલા અનરાધાર વરસાદે દુબઈની તસવીર બદલી નાંખી છે.

રણવિસ્તારમાં વસેલા શહેર પર આકાશમાંથી એટલો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ. દુબઈનું એરપોર્ટ કે પછી મોલ હોય. મેટ્રો સ્ટેશન હોય કે પછી શહેરના રસ્તા હોય. દરેક જગ્યા કુદરતના પ્રકોપથી અછૂતી ન રહી… હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે દુબઈ જેવા શહેરની આવી હાલત થઈ કેવી રીતે? એવું તો શું થયું કે કુદરત કોપાયમાન થઈ અને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે મજબૂર બની? દુબઈની આ હાલત માટે ખુદ માનવી જ જવાબદાર છે. કહેવાય છે કે ને કુદરત સાથે છેડછાડ ક્યારેક મોટી આફતને નોંતરી શકે છે. દુબઈ સાથે પણ કંઈક આવું જ થયું.

દુબઈમાં આવું કેમ થયુ તેની વાત કરી તો,

ક્લાઉડ સીડિંગ દુબઈ માટે બન્યું આફત

ક્લાઉડ સીડિંગ એટલે માનવસર્જિત વરસાદ

સોમવાર અને મંગળવારે કરાયું હતુ ક્લાઉડ સીડિંગ

ક્લાઉડ સીડિંગમાં ગરબડ થયાની છે આશંકા

ક્લાઉડ સીડિંગમાં ગરબડથી મૂશળધાર વરસાદ થયો

જળવાયુ પરિવર્તન વચ્ચે UAE સરકારની મોટી લાપરવાહી

જીહાં, UAE સરકાર માનવસર્જીત વરસાદ વરસાવવા માટે ક્લાઉડ સીડિંગ કરાવ્યુ હતું. જેમાં માનવી ભૂલના કારણે વાતાવરણમાં ગરબડ ઉભી થઈ ગઈ. જેના કારણે રણવિસ્તારમાં વસેલા દુબઈમાં 16 એપ્રિલે અચાનક વીજળીઓ કડકવા લાગી. લોકો કઈ સમજે તે પહેલાં જ ભારે પવન ફૂંકાવા લાગ્યો અને ચારેબાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. કુદરત સાથે છેડછાડની જાણે સજા મળી હોય તેમ થોડી જ વારમાં આકાશમાંથી એટલો વરસાદ થયો કે જ્યાં જુઓ ત્યાં જળ બંબાકારની સ્થિતિ જોવા મળી…. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 24 કલાકમાં સાડા 6 ઈંચ કરતાં વધારે વરસાદ વરસ્યો…. જેના કારણે દુબઈ એરપોર્ટનો રન-વે જળમગ્ન થઈ ગયો છે… જ્યાં મોટા-મોટા વિમાન હોડીની જેમ તરતા જોવા મળ્યા….

માત્ર એરપોર્ટ જ નહીં, દુબઈના રસ્તા, મેટ્રો સ્ટેશન કે પછી મોલ પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. દુબઈમાં પાણીની અછત રહેતી હોય છે. એટલે જ સરકારે કૃત્રિમ વરસાદનો સહારો લીધો હતો. પરંતુ સરકારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક ભૂલના કારણે દુબઈના આવા હાલ થઈ જશે. ત્યારે ક્લાઉડ સીડિંગના કારણે પેદા થયેલા વાદળો ઓમાન, દુબઈ થઈને હવે છેક પાકિસ્તાનના કરાંચી સુધી પહોંચ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનની સરકાર ચિંતામાં છે કે જો દુબઈ જેવો વરસાદ ત્યાં થયો તો પાકિસ્તાનના શું હાલ થશે…