રાજકોટમાં રુપાલાની જાહેરસભાના સ્થળની બહાર ક્ષત્રિય મહિલાએ કર્યો વિરોધ

આજે 11 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

નોઈડાના સેક્ટર-10માં એક ફર્નિચરની દુકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ દૂર દૂરથી જોઈ શકાય છે. IPLમાં ગુજરાતે રાજસ્થાનને 3 વિકેટે હરાવ્યું. ઈલોન મસ્ક ભારત આવશે, પીએમ મોદીને કરશે મુલાકાત. અમાનતુલ્લા ખાને તેમની સામે બિનજામીનપાત્ર વોરંટની માગ કરી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોર્ટમાં પહોંચ્યું. કોંગ્રેસે મહારાષ્ટ્રની જાલના સીટ પરથી કલ્યાણ કાલે અને ધુલેથી શોભા દિનેશને ટિકિટ આપી. અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જાહેરસભાઓ કરશે. કોંગ્રેસે મહારાષ્ટ્રની ધુલે અને જાલના લોકસભા સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શોભા દિનેશ બછાવને ધુલેથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કલ્યાણ કાલેને જાલના બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે

રાજકોટમાં રુપાલાની જાહેરસભાના સ્થળની બહાર ક્ષત્રિય મહિલાએ કર્યો વિરોધ

રાજકોટ-૧૫૦ ફૂટ રિંગરોડ પર ક્ષત્રિય મહિલાઓએ પરશોત્તમ રુપાલાનો વિરોધ કર્યો હતો. પરશોત્તમ રૂપાલાની જાહેર સભાના સ્થળ બહાર, ક્ષત્રિય મહિલાઓ એકઠી થઈ હતી અને રુપાલાનો વિરોધ કર્યો હતો. પોલીસે દેખાવકર્તા ક્ષત્રિય મહિલાઓની અટકાયત કરી હતી.