મોરબીની રિયલ ક્રિકેટ એકેડમિમાં સોમવારથી બે દિવસ વુમન્સ પ્રીમિયર લીગની સ્ટાર ખેલાડી આશા શોભના હાજર રહેશે

મોરબીમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમિમાં નવા ખેલાડીઓનો પ્રવેશ ચાલી રહ્યો છે ત્યારે વુમન્સ પ્રીમિયર લીગની છઈઇની પ્લેયર આશા શોભના સોમવારથી બે દિવસ મોરબીમાં ત્યાં રહેવાના છે અને તેઓ રિયલ ક્રિકેટ એકેડમિના ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવશે.

રબીના આંગણે સૌ પ્રથમવાર વુમેન્સ પ્રીમિયમ લીગની ચેમ્પિયન ટીમની પ્લેયર આશા શોભના આવી રહ્યા છે અને તા. 1 અને 2 એપ્રિલના રોજ રિયલ ક્રિકેટ એકેડમિમાં આશા શોભના જોય નામની પ્લેયર બે દિવસ માટે ત્યાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવશે અત્રે ઉલેખનીય છે કે, આશા 2024 માં વુમન પ્રીમિયર લીગમાં બીજા નંબર ઉપર વિકેટ લેવામાં રહી છે. અને આરસીબીને ચેમ્પિયન બનાવવામાં તેનો સિંહફાળો રહ્યો છે. તેને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા જોવા માટે મોરબી વાસીઓને રિયલ ક્રિકેટ એકેડમી ખાતે આવવા માટે ભીમાણી વિશાલ અને તેની ટીમે આમંત્રણ આપેલ છે