Monday, February 17, 2025
HomeFeatureખારેક બાદ કચ્છી કળા ‘અજરખ’ને પણ GI ટેગ મળ્યો

ખારેક બાદ કચ્છી કળા ‘અજરખ’ને પણ GI ટેગ મળ્યો

ખત્રી મુસ્લિમ સમાજની 5000 વર્ષ જૂની કળાથી તૈયાર થતી બાંધણી વૈશ્ર્વિક ઓળખ બની છે

ગુજરાતને ભવ્ય કળા અને કારીગરીનો વારસો મળેલો છે. વણાટ, કોતરણી, છાપકામ, કાંચકામ જેવી કળામાં ગુજરાતની આગવી ઓળખ છે. એવી જ ઓળખસમી અજરખ કળાને હવે વૈશ્વિક ઓળખ મળી છે એટલે કે કચ્છી અજરખ કળાને જીઆઇ ટેગ મળ્યો છે.કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સની ઓફિસે ગુજરાતના કચ્છ પ્રદેશના પરંપરાગત હસ્તકલાના કચ્છ અજરખના પરંપરાગત કારીગરોને જીઆઇ પ્રમાણપત્ર સોંપ્યું હતું. જીઆઇ ટેગ એ ભૌગોલિક ઓળખ ટેગ છે જે ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્દભવેલી પ્રોડક્ટ, સેવા કે કળાને ઓળખ આપે છે.

કચ્છની વિશેષતા ગણાતી અજરખ પ્રિન્ટ બારમી સદીમાં મૂળ જેસલમેરમાંથી ઉત્પન્ન થઈ હોવાનું માનવમાં આવે છે. અજરખ કલા મુખ્યત્વે કચ્છના અજરખપુર, ધમડકા અને ખાવડાઆ ત્રણ ગામોમાં વિકસી છે. આ સમુદાય લગભગ 400 વર્ષ પહેલાં કચ્છ આવ્યો હતો અને પ્રથમ રાજા રાવ ભારમલજીના આમંત્રણથી ભુજના ધમડકા ગામમાં સ્થાયી થયો હતો. આજે રાજસ્થાનના બાડમેર અને ગુજરાતમાં કચ્છમાં ધમડકા તથા ખોલડામાં અજરખ પ્રિન્ટ થાય છે. જેમાં કચ્છના અજરખની ગુણવતા સૌથી ઉંચી ગણવામાં આવે છે.

પરંપરાગત રીતે પશુપાલક, રબારી, માલધારી અને આહિર જેવા કૃષિ સમુદાયો માટે અજરખના વિવિધ કપડા તેમજ સ્ટોલ બનાવવામાં આવતા હતા. જે તેમના રોજિંદા વસ્ત્રો હતા અને તેમના જીવનરક્ષક તરીકે પણ કામ કરતા. તેમજ મુસ્લિમ સમુદાય તહેવાર કે ઇદ નીમીતે વરરાજા માટે અને અન્ય ખાસ પ્રસંગો માટે અજરખને ભેટ તરીકે આપતા હતા. હાલ કચ્છના અંદાજીત 800 થી વધુ કારીગરો આ હસ્તકળાના કામ સાથે સંકળાયેલા છે.

ફળો, ફૂલો, વૃક્ષો અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરીને અજરખ રંગ બનાવવામાં આવતા હોય છે. જે કુદરતી અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ હોય છે. તેમજ અજરખ ડિઝાઇનમાં ભૌમિતિક આકારો બનાવવામાં આવે છે. આ ડિઝાઇન બ્લોક પ્રિન્ટીંગ દ્વારા બનાવવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અજરખ આર્ટમાં કાપડની બંને બાજુએ ડિઝાઇન બનાવવામાં આવે છે.

આ છાપકામમાં મુખ્યત્વે પરંપરાગત ભૌમિતિક ડિઝાઈન બ્લુ, લાલ અને કાળા રંગોમાં સુતરાઉ, વૂલન અને સિલ્કના કાપડ પર કરવામાં આવે છે. ઘણા વર્ષો સુધી અજરખ પ્રિન્ટ સ્થાનિક માર્કેટ સુધી જ મર્યાદીત હતી. પરંતુ સમય જતા તેની માંગ વધતી ગઈ અને હવે તેને જીઆઇ ટેગ મળતા એક આંતરરાષ્ટ્રીય માર્કેટ પણ મળી રહેશે.

જો કે, 1950માં કાપડમાં રાસાયણિક રંગોનો ઉપયોગ શરૂ થયો અને તે સસ્તો હોવાથી અજરખની માંગમાં મોટો ઘટાડો થયો. જો કે, જ્યારે ભારત અને વિદેશના આર્ટ વિદ્યાર્થીઓએ આ કલામાં રસ લેતા ફરી લોકપ્રિય બન્યું હતું. જેથી હાલ 170 થી વધુ એકમો આજે અજરખ કળા સાથે સંકળાયેલા છે.

અજરખ કળા 5000 વર્ષ જૂની, અજરખ એટલે ‘આજે જ રાખો’

સિંધ, બાડમેર અને કચ્છ પ્રદેશોમાં પ્રચલિત આ કચ્છ અજરખ કળા 2,500થી 5,000 વર્ષ જૂની છે. ખત્રી મુસ્લિમ સમાજની પરંપરાગત કળા ધરાવતી અજરખ પ્રિન્ટ બાંધણી બાદ કચ્છની સૌથી પ્રખ્યાત હસ્ત કળા ગણી શકાય તેમ છે. અજરખ પ્રિન્ટ બ્લોક દ્વારા થતી હોય છે. એક સ્થાનિક લોકવાયકા પ્રમાણે અજરખનો અર્થ આજે જ રાખો એવો થાય છે.

રણમાં વ્યક્તિ ખોવાઇ ન જાયએ માટે ઘેરા રંગમાં બનાવાય છે

પહેલાના સમયમાં અજરખ મોટાભાગે ઘેરા રંગોમાં બનાવવામાં આવતી હતી જેથી રણમાં વ્યક્તિને સરળતાથી શોધી શકાય. તેમજ પ્રાકૃતિક રંગોના કારણે કાપડના છિદ્રો શિયાળામાં બંધ થઇ જાય અને અને ઉનાળામાં ખુલતા હોવાથી તેની આ વિશેષતા મુજબ તે કાપડને શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રાખતું હતું.

અજરખ પ્રિન્ટ કઇ રીતે તૈયાર કરવામાં આવે છે?

અજરખ પ્રિન્ટ બનાવવાની પદ્ધતિ ખૂબ જ લાંબી છે. જેમાં સૌ પ્રથમ કુદરતી રંગાટ પ્રક્રિયા થાય છે. દાડમના બીજ, ગમ, હરડે પાવડર, લાકડું, કાચિકાનો લોટ, ધાવડીના ફૂલ, એલિઝાનાઇન અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવેલા ઈન્ડિગોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત સોડીયમ કાર્બાનેટ, દિવેલ તથા અન્ય પ્રવાહી મીશ્રણમાં બોળીને રાખવામાં આવતું હોય છે. ત્યાર બાદ વહેતા પાણીમાં તેને પુરી રીતે ધોઈને હરડેના મીશ્રણમાં બોળવામાં આવતું હોય છે.

આ પ્રક્રિયા બાદ કાપડમાં કાળાશ આવતા તે છાપકામ માટે તૈયાર ગણાય છે. બીજા તબક્કામાં તેના પર અગાઉ બનાવેલા લાકડાના બ્લોક વડે છાપકામ કરવામાં આવે છે. સમગ્ર કાપડમાં તે જ બ્લોકાથી છાપકામ થાય છે. બન્ને બાજુ ડિઝાઈન કરવી હોય તો બ્લોકનો બીજો સેટ વાપરવામાં આવે છે. બે દિવસ તડકામાં સુકાવ્યા બાદ ત્રીજા તબક્કામાં છાપકામ થયેલા કાપડ પર રંગાટ કામ કરાવમાં આવે છે. કાપડમાં પાકા રંગને મજબુત કરવા તે ભીનુ હોય છે ત્યારે વહેતા પાણીમાં ધોવામાં આવે છે. છાપકામ સમયે લાલ રંગની જરૂૂર હોય ત્યાં ફટકડી છાંટવામાં આવી હોવાને કારણે લાલ રંગ વધુ ઘેરો બને છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!