મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ પદે હરેશ બોપલીયા બિનહરીફ

મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખની મુદત પૂરી થતાં તેને રાજીનામું આપી દીધું હતુ અને ત્યાર બાદ તમામ સભ્યો દ્વારા ફરીથી હરેશભાઇ બોપલીયાને બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવેલ છે

મોરબી સિરામિક મેન્યુફેક્ચરર એસોસિએશનના વોલ ટાઇલ્સ વિભાગમાં પ્રમુખ પદે હરેશભાઇ બોપલીયા હતા જેમનો કાર્યકાળ પુરો થતા તેઓએ પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યાર બાદ એસો.ની કમિટીએ પ્રમુદપદની વરણી માટે પ્રક્રિયા હાથ ધરી હતી અને અન્ય કોઈએ દાવેદારી કરી ન હતી તેમજ હરેશભાઇ બોપલીયાની કામગીરી તેઓના કાર્યકાળમાં સારી રહી હતી જેથી સમિતિ દ્વારા સર્વસંમતિથી હરેશભાઇ બોપલિયાને બીજી ટર્મ માટે બીનહરીફ પ્રમુખ બનાવ્યા છે