ગોરિલા ગ્લાસ: કેવી રીતે પડ્યું આ વિચિત્ર નામ?

ગોરિલ્લા ગ્લાસ સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા લાખો ઉપકરણોમાં સ્ક્રીનને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તે મોબાઈલ સ્ક્રીનનો બોડીગાર્ડ છે અને Z+ જેવી સુરક્ષા પણ આપે છે. પરંતુ શું તમને ખબર છે ગોરિલા ગ્લાસ નામ કેવી રીતે પડ્યું? સ્માર્ટફોનની સ્ક્રીન એટલી કઠણ હોતી નથી કે તે પડી જાય અથવા અથડાય તો તેને તૂટવાથી બચાવી શકાય. તેનાથી વિપરિત, ગોરિલ્લા ગ્લાસથી બનેલી સ્ક્રીન માટે દાવો કરવામાં આવે છે કે ફોનની સ્ક્રીન પડી જાય કે અથડાય તો પણ સુરક્ષિત રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગોરિલા ગ્લાસ સખત રીતે બનાવવામાં આવે છે. તેને કોર્નિંગ ગોરિલા ગ્લાસ કહેવામાં આવે છે. તે કોર્નિંગ નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે. ગોરિલા નામ મુજબ જ તે જંગલી પ્રાણી ગોરીલાની શક્તિને રીપ્રેઝન્ટ કરે છે.