CES 2024: ટેક્નોલોજીનો કમાલ, હવે હવામાં જ ચાર્જ થઈ જશે તમારો ફોન, જાણો કેવી રીતે

ઘરની બહાર પણ જો ગરમ ખાવાનું મળી જાય તો મજા પડી જાય. તમે ક્યારેય વિચાર્યુ છે કે ટ્રાવેલ કરતા સમયે કેવી રીતે તમને ગરમ ખાવાનું મળી શકે છે? વિલટેક્સ નામની જાપાની કંપનીએ વિલકુક બેગ રજૂ કરી છે.

CES એટલે કે કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો 2024માં ટેક કંપનીઓ નવી નવી ટેક્નોલોજીને રજૂ કરે છે. આ વર્ષે પણ કેટલીક કંપનીઓએ એવી ટેક્નોલોજી રજૂ કરી છે, જે ઘણી કમાલની છે. શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે બેગ પણ માઈક્રોવેવની જેમ જમવાનું ગરમ કરી શકે છે? કે પછી હવામાં પણ મોબાઈલ ફોનને ચાર્જ કરી શકાય છે?

આ વખતે CES 2024માં ટેક કંપનીઓએ કમાલ કરી બતાવ્યો છે. આ ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીનો કોઈ પણ પ્રકારે તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.

AI એર ચાર્જિગ છે કમાલ?

હેન્ડસેટ નિર્માતા કંપની ઈનફિનિક્સે CES 2024માં એક કમાલની ટેક્નોલોજીથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ આઆઈ એરચાર્જ ટેક્નોલોજીને રજૂ કરી છે, જો ભવિષ્યમાં કંપની આ ટેક્નોલોજીને યુઝર્સ માટે લઈને આવે છે તો તેનાથી તમને મોટો ફાયદો એ થશે કે મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે ના તો કેબલની જરૂર પડશે અને ના તો વાયરલેસ પેડની જરૂર પડશે.

આ ટેક્નોલોજી 20 સેન્ટીમીટર દુર પડેલા ફોનને મલ્ટી કોયલ મેગનેટિક રેજોનેસ ફિચરની મદદથી ચાર્જ કરી દેશે. હવે જોવાનું એ રહેશે કે આખરે ઈનફિનિક્સની આ ટેક્નોલોજી ક્યા સુધી યુઝર્સ માટે રોલઆઉટ થાય છે.

બેગ મિનિટોમાં જમવાનું કરી દેશે ગરમ

ઘરની બહાર પણ જો ગરમ ખાવાનું મળી જાય તો મજા પડી જાય. તમે ક્યારેય વિચાર્યુ છે કે ટ્રાવેલ કરતા સમયે કેવી રીતે તમને ગરમ ખાવાનું મળી શકે છે? વિલટેક્સ નામની જાપાની કંપનીએ વિલકુક બેગ રજૂ કરી છે. આ બેગની સૌથી ખાસ વાત એ છે કે આ બેગમાં મુકેલુ જમવાનું માત્ર 5 મિનિટમાં જ 80 ડિગ્રી સુધી જમવાનું ગરમ થઈ શકે છે.

આ બેગને ચાર્જ કરવુ પડશે, એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આ બેગ 8 કલાક સુધી ચાલશે. આ બેગમાં જમવાનું 2 કલાક સુધી ગરમ રહી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે આ બેગ કયારે તમને યુઝ કરવા મળી શકે, હાલ તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી.