બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં સુરંગ બનાવવાની કામગીરી શરૂ

અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે દરિયાઇ સુરંગ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે 508 કિ.મી.ના રૂટમાં 270 કિ.મી.ના માર્ગ પર તારો માટે  ડકટ બિછાવવાનું કામ થઇ ગયું છે.

મુંબઇ થાણે વચ્ચે સમુદ્ર નીચે સુરંગ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે તેમજ આઠ નદીઓ પર પુલ નિર્માણ શરૂ થયું છે. સાબરમતી ટર્મીનલ સ્ટેશનનું કામ પણ પુરૂ થવામાં છે અને તમામ કામગીરી  સમય મુજબ જ ચાલે છે.સમગ્ર પ્રોજેકટમાં જાપાનના નિષ્ણાંતોની ટીમ સતત ફોલોઅપ કરી રહી છે.