દેશને મળી મોટી સફળતાઃ ONGCએ ઊંડા દરિયામાં શરૂ કર્યું તેલ ઉત્પાદન, વડાપ્રધાન અને પેટ્રોલિયમ મંત્રીએ આપી શુભેચ્છા

ONGC Oil Production: સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ONGCએ KG-DWN-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2 પ્રોજેક્ટથી ઉત્પાદન શરૂ કર્યું છે. પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ONGCની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે.

PM નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા પોસ્ટ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, આ ભારતની ઉર્જા યાત્રામાં એક ઉલ્લેખનીય પગલું છે અને આત્મનિર્ભર ભારતના આપણા મિશનને પ્રોત્સાહન આપશે. તેનાથી અમારી અર્થવ્યવસ્થાને પણ અનેક ફાયદા થશે.