ઈસરોની નવી સિદ્ધિ: ફયુલ સેલ ટેકનોલોજીનું સફળ પરિક્ષણ


ચંદ્રયાન અને મીશન સૂર્યને પણ સફળ બનાવ્યા બાદ હવે ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રથમ વખત ફયુલ સેલ ટેકનોલોજીનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ઈસરોના ભવિષ્યના મીશન અને ડેટા એકત્ર કરવામાં ફયુલ સેલ ટેકનોલોજીનો ઉપયોગ મહત્વનો સાબીત થાય છે અને તેના મારફત ઈંધણને રીચાર્જ કરી શકે છે અને તેનાથી કોઈ ઉત્સર્જન પણ થતુ નથી.

અમેરિકામાં પાણીની આવશ્યકતા પણ આ ઉર્જાની પુરી પાડવામાં આવે છે.હાઈડ્રોજન અને ઓકસીજનની મદદથી આ ફયુલ સેલ તૈયાર કરાયા છે. ઈસરોએ 100 વોટ શ્રેણીમાં પોલીમર ઈલેકટ્રોલાઈટ મેબ્રેન ફયુલ સેલ તૈયાર કર્યા છે તથા 1 જાન્યુઆરીએ પીએસએલવી સી-38 મીશન સાથે તેનો પ્રયોગ થયો છે અને તે સફળ રહ્યો હતો. હવે ગગનયાન સહિતના મીશનમાં તેનો વ્યાપક ઉપયોગ થશે.