8.0 એન્ડ્રોઇડ વર્ઝનવાળા સ્માર્ટફોનમાં નહીં ચાલે Google Chrome અને Calender, આ લિસ્ટમાં ક્યાંક તમારો ફોન તો નથી ને? 

કમ્પ્યુટર હોય કે લેપટોપ બ્રાઉઝિંગ માટે મોટાભાગના લોકો ગુગલ ક્રોમનો ઉપયોગ કરતા હોય છે. આ રીતે આપણાં ફોનમાં રહેલા ગુગલના કેલેન્ડરની એપ્લિકેશનનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આમ, તમે પણ ક્રોમ બ્રાઉઝર અને કેલેન્ડરનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે લેટેસ્ટ અપડેટ છે. ગુગલ જલદી અનેક પ્રકારના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આ બે એપ્લીકેશનનો સપોર્ટ બંધ કરી શકે છે.

ટેક જાયંટ ગુગલ તરફથી એક અપડેટ જારી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કેલેન્ડર અને ગુગલ ક્રોમ બ્રાઉઝરનો સપોર્ટ બંધ થઇ શકે છે. આમ, તમારી પાસે કોઇ એવો સ્માર્ટફોન છે જે તમને ઘણાં સમય પહેલાં ખરીદ્યા હતા જેનો તમે આજે પણ ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે કેલેન્ડર અને ક્રોમની સર્વિસ બંધ થઇ શકે છે.

લાખો લોકો પાસે એવા સ્માર્ટફોન છે જેમાં આ સમયે એન્ડ્રોઇડ 11નો ઉપયોગ કરી રહ્યા છે. આ વર્જન વાળા સ્માર્ટફોનની સંખ્યા સૌથી વધારે છે. આ વર્જનના એન્ડ્રોઇડ ફોન યુઝર્સને કોઇ પણ પ્રકારની સમસ્યા થશે નહીં, એટલે કે એન્ડ્રોઇડના 11ના ફોન્સમાં બન્ને એપ કામ કરશે.

ગુગલના લેટેસ્ટ અપડેટની વાત માનીએ તો જે પણ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.0 થી નીચેના વર્જન પર અત્યારે રન કરી રહ્યા છે તો એમાં જલદી ક્રોમ બ્રાઉઝર અને કેલેન્ડરનો સપોર્ટ બંધ થઇ જશે. તમારું ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો આનું લેટેસ્ટ વર્જન 119 હોવું જોઇએ. કેલેન્ડર માટે તમારો સ્માર્ટફોન એન્ડ્રોઇડ વર્જન 8.0થી ઉપર હોવુ જોઇએ. આમ, તમને એ વાતની જાણ નથી કે તમારા ફોનનું એન્ડ્રોઇડ વર્જન કયુ છે તો ટેન્શનની વાત નથી. કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે આ વિશે જાણકારી મેળવી શકો છો.