મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના બુટવડા, ટંકારા તાલુકાના રામપર, હળવદ તાલુકાના ખોડ અને ચંદ્રગઢ, માળિયા તાલુકાના ચાંચાંવદરડા, મોરબી તાલુકાના મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓ ખાતે સાફ સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. સૌએ સાથે મળી ઝુંબેશરૂપે શાળાના ઓરડા, પ્રાંગણ અને સમગ્ર પરિસર તેમજ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરી હતી.

Click Here to Follow SKY TOUCH Instagram.