ભારતીય વાયુસેનાના નવા ધ્વજનું આવતીકાલે એર ચીફ માર્શલ કરશે અનાવરણ, જાણો તેની વિશેષતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-10-2023

આવતીકાલનો દિવસ ભારતીય વાયુસેના (Indian Air Force) ના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાશે.  આ ઐતિહાસિક દિવસ પર વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી નવા વાયુસેના ધ્વજ (Ensign) નું અનાવરણ કરશે.

કેવો હશે વાયુસેનાનો નવો ધ્વજ

આઝાદીના પહેલા રોયલ ઈન્ડિયન એરફોર્સના ઝંડામાં ડાબી બાજુએ કેન્ટનમાં યુનિયન જેક અને ફ્લાઈ સાઈડ પર આરઆઈએએફ રાઉન્ડેલ (લાલ, સફેદ અને વાદળી) સામેલ હતા. આઝાદી બાદ વાયુસેનાના ઝંડામાં યુનિયન જેકને હટાવી ભારતીય ટ્રાય કલર અને આરએએફ રાઉન્ડેલ્સને આઈએએફ ટ્રાયકલર રાઉન્ડેલ સાથે ભારતીય વાયુસેનાનો ધ્વજ બનાવાયો છે.  ભારતીય વાયુસેનાના મૂલ્યોને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરવા માટે હવે એક નવો ધ્વજ બનાવાયો છે. તેમાં હવે એનનાઈનની ઉપર જમણી બાજુએ ફ્લાય સાઈડ અને વાયુસેનાના ક્રેસ્ટને સામેલ કરાયા છે.

અશોક સ્તંભ અને ઈગલ પણ છે

આઈએએફ ક્રેસ્ટનું રાષ્ટ્રીય પ્રતીક છે. ટોચ પર અશોક સ્તંભ અને તેની નીચે દેવનાગરીમાં સત્યમેવ જયતે લખેલું છે. રાષ્ટ્રીય પ્રતીકની નીચે એક હિમાલયી ઈગલ છે જેના પંખ ફેલાયેલા છે જે ભારતીય વાયુસેનાના લડવાના ગુણો દર્શાવે છે. હળવા વાદળી રંગની એક વીંટી હિમાલયી ઈગલને ઘેરી રાખી છે જેના પર લખ્યું છે ભારતીય વાયુસેના. ભારતીય વાયુસેના માટે આદર્શ વાક્ય નભ: સ્પર્શ દીપ્તમ હિમાલયન ઈગલની નીચે સોનેરી અક્ષરોમાં દેવનાગરીમાં અંકિત છે.