હળવદ તાલુકા સાપકડા ગામમાં અમૃત સરોવરના કિનારે યોજાયો ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2023

મોરબી જિલ્લામા આજે હર્ષભેર ‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં જોડાઈ ગયું છે. આ અભિયાનની ઉજવણી આજે  હળવદ તાલુકાના સાપકડા ગામમાં અમૃત સરોવરના કિનારે કરવામાં આવી હતી.

અમૃત સરોવરના કિનારે યોજાયેલ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શરૂઆતમાં શીલા ફલકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ  એક મુઠ્ઠી માટી હાથમાં લઇ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી, કાર્યક્રમમાં ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન ગાઈને સાપકડા ગામને સ્વચ્છ અને સુંદર રાખવાનો સંકલ્પ કર્યો હતો સાથોસાથ તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન એસ ગઢવી, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, મામલતદાર ચિંતન આચાર્ય, તાલુકા વિકાસ અધિકાર મેહુલ સિંધવ સહિતના એ  ઉપસ્થિત રહી ‘માટીને વંદન અને વીરોને નમન’ કર્યા હતા.